નિઝામપુરા પાસપોર્ટ ઓફીસ પહોંચેલા અનેક લોકો અટવાતા હોબાળો મચાવ્યો
15, એપ્રીલ 2023 198   |  

વડોદરા, તા.૧૪

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસમાં નવો પાસપોર્ટ કઢાવવા, રીન્યૂ કરાવવવા માટે આજે રજાના દિવસે પણ લોકોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી.એપોઈન્ટમેન્ટ મળતા અનેક લોકો પોતાના બાળકો સાથે પાસપોર્ટ ઓફીસ પહોંચ્યા હતા.પાસપોર્ટ ઓફીસ દ્વારા મોડીરાત્રે રજા હોંવાથી એપોઈન્ટમેન્ટ રદ્દ કરવાના મેસેજ મોકલવામાં આવ્યા હતા.પરંતુ મેસેજ જાેયા વગર સવારે પહોંચેલા લોકોએ વહીવટ સામે રોષ વ્યક્ત કરીને હોબાળો મચાવ્યો હતો.અને આગામી સપ્તાહમાં આજની તારીખે એપોઈન્ટમેન્ટ રીશીડ્યુલ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ પાસપોર્ટ માટે ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ લોકોને તારીખ અને સમય સાથેનો સ્લોટ ફાળવવામાં આવે છે.આજે તા.૧૪ એપ્રિલે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિના કારણે જાહેર રજા હોવાથી લોકોને આજના દિવસના સ્લોટ પણ ફાળવી દેવામાં આવ્યા હતા. જેના કારણે સવારે અનેક લોકો નિઝામપુરા સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. તેમાં કેટલાક બહારગામથી આવ્યા હતા.

પાસપોર્ટ ઓફિસ બંધ જાેઈને લોકાએે રોષ વ્યક્ત કર્યો હતો. અનેકે કહ્યુ હતુ કે, ત્રણ દિવસથી તમારી એપોઈન્ટમેન્ટ કન્ફર્મ હોવાના મેસેજ આવી રહ્યા હતા.અને ગઈકાલે રાત્રે સાડા બાર વાગ્યા બાદ એપોઈન્ટમેન્ટ કેન્સલ હોવાની જાણ એસએમએસ દ્વારા કરવામાં આવી હતી. જેના કારણે ઘણાએ મેસેજ વાંચ્યા પણ નહોતા.આંબેડકર જયંતિની જાહેર રજા હોય છે છતા એપોઈન્ટમેન્ટ કેમ આપવામાં આવી? લોકોએ ફરિયાદ કરી હતી કે, ઓફિસ પર કોઈ જવાબદાર વ્યક્તિ પણ હાજર પણ નથી. જે ફોન નંબર બોર્ડ પર દર્શાવાયો છે તેના પર કોઈ ફોન ઉપાડતુ નથી. હવે અમારી એપોઈન્ટમેન્ટ એક મહિના બાદ રીશિડયુલ કરવામાં આવશે અને અમારે એક મહિનો રાહ જાેવી પડશે. તેની જગ્યાએ અમને બે ત્રણ દિવસમાં એપોઈન્ટમેન્ટ ફાળવવામાં આવે.લોકોના હોબાળાના કારણે ફતેગંજ પોલીસને પણ દોડી આવવુ પડયુ હતુ. પોલીસે માંડ માંડ રોષે ભરાયેલા લોકોને શાંત પાડયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution