વડોદરા, તા. ૧૫

બે દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસ દ્વારા વટામણ ચોકડીથી વડોદરાના બે પેડલરોને સિરપની બોટલના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. ગત રોજ રાત્રીના સમયે બાજવા રેલવે સ્ટેશન સામેથી સીરપનો જથ્થો રાખવા ગોડાઉન ઝડપી પાડ્યું હતંુ. હવે, શહેરના માંજલપુર સ્મશાનમાંથી નશાકારક સિરપનો નશો કરીને ફેંકી દેવાયેલી ખાલી બોટલો મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

ખેડા સિરપકાંડ બાદ સફાળી જાગેલી વડોદરા પોલીસે શહેરના ૯૦૦થી વધારે મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ હાથ ધર્યું હતંુ. એ પછી બે દિવસ પહેલા જ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ વટામણ ચોકડીથી બે પેડલરોને સિરપના જથ્થા સાથે ઝડપી પાડ્યાં હતાં, જેમાં બંને પેડલરો વડોદરાના હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ ગત રાત્રીના સમયે શહેર એસઓજીએ બાજવા રેલવે સ્ટેશન પાસેથી સિરપનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું, જેમાં ૬૬ લાખનોે મુદ્દામાલ કબજે કર્યો હતો. આજે પણ શહેરના માજંલપુર સ્મશાનમાં અવાવરૂ સ્થળો પર કફ સિરપની ખાલી બોટલો મળી આવી હતી. નવાઇની વાત તોએ છે કે, કફ સિરપની ખાલી બોટલો ખોતરી નાખેલાં હતા. લેબલો ખોતરવા પાછળનો નશેબાજાેનો ઇરાદો શો છે? તે પણ તપાસનો વિષય છે પણ જેટલા ખુલ્લા મેદાનો કે સ્મશાનોમાં કફ સિરપની ખાલી બોટલો મળે છે.