વિશ્વભરનાં બજારોમાં હાહાકાર: અસ્થિરતાનો માહોલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, માર્ચ 2026  |   2871


તેલ અવીવ ,ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાએ સમગ્ર મધ્ય પૂર્વમાં અગ્નિનું તોફાન મચાવ્યું છે. ઈરાને છેલ્લા ૨૪ કલાકમાં ૧૫થી વધુ દેશોમાં યુએસ લશ્કરી થાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. અમેરિકા અને ઈઝરાયેલ ઈચ્છે છે કે આ યુદ્ધનો અંત આવે, પરંતુ ઈરાનનો બદલો હજુ બાકી છે. ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે તે આ મુદ્દા પર અમેરિકા સાથે વાટાઘાટો કરશે નહીં. પરિણામે, ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે.

યુદ્ધ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના લાંબા સમયના સાથી બ્રિટન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે હિંદ મહાસાગરમાં સ્થિત યુએસ લશ્કરી મથક, ડિએગો ગાર્સિયાને સોંપવામાં વિલંબ કર્યો હતો. યુદ્ધના પહેલા દિવસે અમેરિકા આ મથકથી ઈરાન પર હુમલો કરવા માગતું હતું. જાેકે, બ્રિટને ૪૮ કલાક પછી પરવાનગી આપી હતી, અને કહ્યું હતું કે અમેરિકાને ત્યાંથી ફક્ત ઈરાની મિસાઈલ મથકોને નિશાન બનાવવાની મંજૂરી આપવામાં આવશે. આ અંગે, ટ્રમ્પે બ્રિટિશ વડા પ્રધાન પ્રત્યે પોતાની ઊંડી નિરાશા વ્યક્ત કરી છે. ઈરાને સોમવારે મિડલ-ઈસ્ટના ૪ દેશોમાં ૬ અમેરિકી બેઝ પર હુમલો કર્યો છે.

દરમિયાન, ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે કુવૈતમાં યુએસ લશ્કરી એફ-૧૫ઇ ફાઇટર જેટ ક્રેશ થયું છે. ક્રેશનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિમાન આગમાં ભડકતું જાેઈ શકાય છે. જાેકે, વિમાનમાં આગ લાગ્યા બાદ પાયલોટ પેરાશૂટથી બચી ગયો હતો. ઈરાન સાથે જાેડાયેલા ઘણા હેન્ડલ્સે દાવો કર્યો છે કે કુવૈતમાં ક્રેશ થયેલા યુએસ એફ-૧૫ઇ ફાઇટર જેટને ગોળી મારીને તોડી પાડવામાં આવ્યું હતું. વીડિયોમાં વિમાનમાં હવામાં આગ લાગી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ વિમાન ક્રેશ થતાં પહેલાં લાંબા સમય સુધી ફરતું રહે છે. દરમિયાન યુએસ ઈરાનમાં લશ્કરી થાણાઓ પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. યુએસ સૈન્ય હુમલાઓના વીડિયો જાહેર કરી રહ્યું છે, જેમાં મિસાઇલો અને બોમ્બ દ્વારા ઈરાની લશ્કરી થાણાઓનો નાશ થતો બતાવવામાં આવ્યો છે. અમેરિકા અને ઇઝરાયલે છેલ્લા બે દિવસમાં ઈરાનની અંદર ૨,૦૦૦થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં ખામેનીના કમ્પાઉન્ડ, મિસાઇલ સ્ટોર્સ, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, નૌકાદળની મિલકતો અને મહત્વપૂર્ણ લશ્કરી માળખાને નિશાન બનાવવામાં આવ્યા છે, અને આ હુમલાઓ બંધ થયા નથી. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલી હુમલાઓ ચાલુ છે, અને તે ક્યારે સમાપ્ત થશે તે આગાહી કરવી મુશ્કેલ છે.

ઈરાને જેરુસલેમ, તેલ અવીવ અને કિર્યાત ઓનોમાં હુમલાઓ શરૂ કર્યા હતા, ત્યારે ઈઝરાયલે ગઈકાલે રાત્રે તેહરાનમાં પણ મોટા પાયે બોમ્બમારો કર્યો હતો. તેહરાનમાં ઈરાનના રાજ્ય ટીવી કાર્યાલય પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાને ઈઝરાયલની બહાર પણ અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઈરાને બહેરીન અને ઈરાકમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું હતું. એક નિવેદનમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લશ્કરી અધિકારીઓને શસ્ત્રો મૂકવા વિનંતી કરી. તેમણે કહ્યું કે ઈરાન સામે લશ્કરી અભિયાન તેના તમામ ઉદ્દેશ્યો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ બદલામાં સંપૂર્ણ સુરક્ષા ગેરંટી આપશે. તેમના તાજેતરના વિડિઓ સંબોધનમાં, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ખૂબ જ ગંભીર લક્ષ્યો ધરાવે છે. તેમણે ઈરાની લશ્કરી કર્મચારીઓને શસ્ત્રો મૂકવા વિનંતી કરી અથવા ચોક્કસ મૃત્યુનો સામનો કરવો પડશે.

સાઉદીમાં દુનિયાની મોટી ઓઈલ કંપની અરામકો ઉપર ડ્રોન એટેક

મધ્ય પૂર્વમાં વકરી રહેલા યુદ્ધની ભયાનક અસર હવે વૈશ્વિક ઊર્જા બજાર પર જાેવા મળી રહી છે, જ્યાં ઈરાન દ્વારા સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની અરામકોની રાસ તનુરા રિફાઈનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને પગલે સાવચેતીના ભાગરૂપે રિફાઈનરી બંધ કરી દેવાતા દુનિયાભરમાં ઊર્જા સંકટ તોળાઈ રહ્યું છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ૯.૩૨%નો તોતિંગ વધારો થયો છે. વિશ્વના ૨૦% ઓઈલ સપ્લાયના માર્ગ સમાન હોર્મુઝની સામુદ્રધુનીમાં શિપિંગ સેવાઓ ખોરવાઈ જતાં ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા ચાર વર્ષની સર્વોચ્ચ સપાટીએ એટલે કે બેરલ દીઠ ૮૦ ડોલર સુધી પહોંચી ગયા છે. આ સ્થિતિ જાે લાંબો સમય ચાલુ રહેશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે મોંઘવારીમાં ઉછાળો આવે તેવી ભીતિ છે. શનિવારે જ્યારે અમેરિકન પ્રમુખ અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મિસાઈલ મારો કરવામાં આવ્યો, ત્યારે આ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.

શેરબજાર ક્રેશ, સેન્સેક્સ ૧૦૪૦ પોઈન્ટ તૂટ્યો

મુંબઈ, તા.૨

મધ્ય પૂર્વમાં સર્જાયેલી ઈરાન કટોકટીને પગલે ભારતીય શેરબજારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો, જેના કારણે મુંબઈ શેરબજારના મુખ્ય આંક સેન્સેક્સમાં ૧,૦૪૮ પોઈન્ટનો મોટો કડાકો નોંધાયો હતો. ઈરાનના સર્વોચ્ચ નેતાના અવસાન બાદ ખાડી દેશોમાં વધતા લશ્કરી તણાવ અને તેલના પુરવઠા પર ઊભા થયેલા જાેખમને કારણે રોકાણકારોએ એક જ દિવસમાં અંદાજે ૬.૫ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી છે. વેપારની શરૂઆતથી જ દલાલ સ્ટ્રીટમાં વેચવાલીનું પ્રચંડ દબાણ જાેવા મળ્યું હતું, જેના પરિણામે ભારતીય અર્થતંત્રના મહત્વના સૂચકાંકો ધરાશાયી થયા હતા. આજના વ્યવહાર દરમિયાન ભારતીય બજારે રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. સેન્સેક્સ ૨,૭૪૩ પોઈન્ટના પ્રચંડ ઘટાડા સાથે ૭૮,૫૪૩.૭૩ ના સ્તરે ખુલ્યો હતો, જેણે શરૂઆતમાં જ મોટા નુકસાનના સંકેત આપ્યા હતા. જાેકે, દિવસના અંતે બજારે થોડો રિકવરીનો પ્રયાસ કર્યો હતો અને આખરે સેન્સેક્સ ૧,૦૪૮.૩૪ પોઈન્ટ અથવા ૧.૨૯% ના ઘટાડા સાથે ૮૦,૨૩૮.૮૫ પર સ્થિર થયો હતો.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડની કિંમતોમાં ભડકો

નવી દિલ્હી, તા.૨

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષે વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે, જેની સીધી અસર વૈશ્વિક ક્રૂડ ઓઈલ બજાર પર જાેવા મળી રહી છે. માત્ર એક ઝાટકે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ૧૨ ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે.આ સંઘર્ષની સૌથી મોટી અસર ક્રૂડ ઓઇલના ભાવ પર પડી છે. બ્રેન્ટ ક્રૂડ, જે શુક્રવારે પ્રતિ બેરલ ૭૨ ડોલરના સાત મહિનાના ઉચ્ચતમ સ્તરે બંધ થયું હતું અને ૨૦૨૬ના પહેલા બે મહિનામાં લગભગ ૧૯ ટકા વધ્યું હતું, તે હવે ૧૨ ટકા વધીને ૮૦ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે.યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ પણ ૮ ટકા વધ્યો, જે પ્રતિ બેરલ ૭૦ ડોલરના સ્તરને વટાવી ગયો. ઈરાન પર ઈઝરાયલી હુમલાના પહેલા ૧૨ દિવસ પછી, ગયા વર્ષના જૂન પછી પહેલી વાર બ્રેન્ટ ક્રૂડ ૮૦ ડોલરની ઉપર પહોંચી ગયું.ઈરાનની તેલ ક્ષમતા વૈશ્વિક પુરવઠાને અસર કરે છેજાેકે આ ક્ષેત્રમાં ઈરાનનું વર્ચસ્વ ઘટ્યું છે, તે ર્ંઁઈઝ્ર ગઠબંધનમાં ચોથું સૌથી મોટું ઉત્પાદક રહ્યું છે.

ભારતમાં હિંસા ફાટી નીકળવાની આશંકા

નવી દિલ્હી, તા.૨

ઈરાનના સર્વોચ્ચ નેતાના મૃત્યુ બાદ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રવ્યાપી સુરક્ષા ચેતવણી જારી કરી છે, જેમાં રાજ્યોને દૂતાવાસો પર સુરક્ષા વધારવા અને સંભવિત આતંકવાદી ધમકીઓ અને વિરોધ પ્રદર્શનો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના હુમલાને પગલે ભારતમાં સંભવિત હિંસા અંગે ચેતવણી આપી છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ પ્રસારિત થયેલા આ પત્રમાં રાજ્યોને ઈરાન તરફી કટ્ટરપંથી ઉપદેશકોને ઓળખવા કહેવામાં આવ્યું છે જે ભડકાઉ ઉપદેશ આપી રહ્યા છે. ગૃહ મંત્રાલયે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ બાદ સંભવિત હિંસા અને છૂટાછવાયા વિરોધ પ્રદર્શનો અંગે દેશભરના વિવિધ રાજ્યોને ચેતવણી જારી કરી છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ ઈરાની નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા બાદ દેશભરમાં ફાટી નીકળેલા શિયા સમુદાયના વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને આ ચેતવણી આપવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ ભારતની આંતરિક સુરક્ષાને અસર કરી શકે છે અને સુરક્ષા એજન્સીઓએ ઉચ્ચ ચેતવણી પર રહેવું જાેઈએ.

ઈઝરાયલ-ેંજીના ઠેકાણાં પર હુમલા ચાલુ રાખીશું : ઈરાન

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મૃત્યુ બાદ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને દેશવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ઈરાન ઈઝરાયેલ અને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર ‘આકરા હુમલા ચાલુ રાખશે’. તેમણે ઈરાનની સરકારી ટેલિવિઝન પર આપેલા નિવેદનમાં ભારપૂર્વક કહ્યું કે દેશ સુપ્રીમ લીડરના પગલે ચાલવા કટિબદ્ધ છે અને ઈરાની સેના દુશ્મનોના મિલિટરી બેઝને તબાહ કરવાનું ચાલુ રાખશે.

એક મહિનાથી પણ વધુ સમય યુદ્ધ ચાલશે : ડૉનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન પરના હુમલાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈનિકોની શહાદત પર દુ:ખ વ્યક્ત કરવાની સાથે ભવિષ્યની રણનીતિ અંગે મહત્વના સંકેતો આપ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્ય અભિયાન અત્યારે પૂરી તાકાત સાથે ચાલુ છે અને આ યુદ્ધની સ્થિતિ એક મહિનાથી પણ વધુ સમય સુધી લંબાઈ શકે છે.

વર્તમાન પરિસ્થિતિ ઊંડી ચિંતાનો વિષય છે : પીએમ મોદી

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, વિશ્વમાં ચાલી રહેલા અનેક તણાવો પર ભારતનું વલણ સ્પષ્ટ છે. અમે હંમેશા શાંતિ જાળવવાની હિમાયત કરી છે. પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અમારા માટે ઊંડી ચિંતાનો વિષય છે. આ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જાેઈએ. અમે આ ક્ષેત્રમાં તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ દેશો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.

ટ્રમ્પનો વાટાઘાટોનો દાવો અને ઈરાનનો સ્પષ્ટ ઈન્કાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ઈરાનનું નવું નેતૃત્વ તેમની સાથે વાતચીત કરવા ઈચ્છે છે અને તેઓ પણ આ માટે સહમત થયા છે. જાેકે, ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા વડા અલી લારીજાનીએ સોમવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરીશું નહીં.

ઇઝરાયલે હવે લેબનોન પર હુમલો શરૂ કર્યો

ઇઝરાયલે લેબનોન પર તેના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. હિઝબુલ્લાહ હવે ખુલ્લેઆમ ઈરાન પરના હુમલાનો વિરોધ કરવા માટે આગળ આવ્યું છે. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ જ કારણ છે કે ઇઝરાયલે લેબનોન પર હુમલા શરૂ કર્યા છે.ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેલ અવીવ નજીક એક મિસાઇલ લેન્ડિંગ કરવામાં આવી હતી. જેરુસલેમ પર પણ મિસાઇલોનો હુમલો કરવામાં આવ્યો હતો, અને પશ્ચિમ કાંઠા પર ઈરાની ડ્રોન જાેવા મળ્યા હતા.

મિસાઈલ બાદ ઈરાન ઉપર સાયબર હુમલો

ઇરાન પર અમેરિકાએ મિસાઈલ બાદ હવે સાયબર હુમલો શરૂ કર્યો છે. ઇરાનને ટાર્ગેટ બનાવવા માટે અમેરિકા કોઈ કસર નથી છોડી રહ્યું. મિસાઈલ દ્વારા એટેક કરવા માટે પણ એઆઇનો ઉપયોગ કર્યો હતો. હવે તેમના પર સાયબર હુમલો કરી રહ્યું છે. ઇરાનના અલગ-અલગ જગ્યાએ અમેરિકાએ અને ઇઝરાયલ દ્વારા એટેક કર્યા બાદ હવે તેમના ડિજિટલ વર્લ્ડને હેક કરવાની કોશિશ કરાઇ રહી છે. કેટલાક સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે હાલમાં ઇરાનમાં વિપુલ પ્રમાણમાં સાયબર એટેક જાેવા મળી રહ્યા છે.

યુદ્ધ અમે શરૂ નથી કર્યું, પણ પૂરું અમે કરીશું : પેન્ટાગોન

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવ વચ્ચે અમેરિકાના સંરક્ષણ મંત્રાલય ‘પેન્ટાગોન’ તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. પેન્ટાગોને ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, અમે ઈરાન સામે યુદ્ધની શરૂઆત કરી નથી, પરંતુ જાે જરૂર પડી તો અમે જ તેનો અંત લાવીશું.પેન્ટાગોનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને તેના સહયોગી જૂથો સતત ઈઝરાયેલ અને આ વિસ્તારમાં રહેલા અમેરિકન સૈન્ય મથકો પર મિસાઈલ હુમલા કરી રહ્યા છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાના સાથી દેશોની રક્ષા કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

અમેરિકાનોે પાક.એરસ્પેસ પરથી હુમલો આજે ઇઝરાયલ-અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધનો ત્રીજાે દિવસ છે. આ દરમિયાન પાકિસ્તાન પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે અમેરિકાને ઈરાન પર હુમલો કરવા માટે તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના એક વરિષ્ઠ કમાન્ડરે જણાવ્યું હતું કે જાે પાકિસ્તાન આવું કર્યું હશે તો તે હવે સુરક્ષિત રહેશે નહીં અને તેણે તેની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનનું આ યુદ્ધમાં અમેરિકી તરફી વલણ સ્પષ્ટ થઇ ગયું છે.

ઈરાનમાં ૫૫૫નાં મોત, ૭૪૦ ઘાયલ

અલ-જઝીરાના રિપોર્ટ મુજબ, અમેરિકા અને ઇઝરાયલે મળીને અત્યાર સુધી ઈરાનના ૧૦૦૦ થી વધુ ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ દરમિયાન શરૂઆતની ૩૦ કલાકમાં ૨૦૦૦ થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા. આમાં અત્યાર સુધી ૫૫૫ લોકોના મોત થયા છે, જ્યારે ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. એક સ્કૂલ પર મિસાઈલ પડવાથી ૧૮૦ વિદ્યાર્થિનીઓના મોત થયા છે અને ૪૫ ઘાયલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution