શંકાશીલ પતિ સાથે ઝઘડા બાદ પરિણીતાનો આપઘાત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026  |   2574

સુરત, સુરત શહેરમાં આવેલા યોગીચોક વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાએ ઝેર ગટગટાવી આપઘાત કરી લીધો હતો. પત્નીને આડા સંબંધ હોવાની જાણ પતિને થતા બંને વચ્ચે થયેલા ઝઘડાનું માઠું લગાડી પત્નીએ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. યોગી ચોક વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટી વિભાગ-૨માં રહેતા અતુલકુમાર કાછડીયા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. અતુલકુમારે પાંચ વર્ષ પહેલા પૂનમ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અતુલકુમારને પત્નીનાં આડા સંબંધ હોવાની જાણ થતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે વાતનું માઠું લગાડી ગઈકાલે રાત્રે પૂનમને ઘરમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત થયું હતું. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution