દિલ્લી,

મારુતી સુઝુકીએ પોતાની નવી પોપ્યુલર કાર S-Pressoને CNG એન્જિનની સાથે લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ કારને ઓટો એક્સપો 2020માં રજૂ કરી હતી. CNG S-Pressoની કિંમત પેટ્રોલ વેરિયન્ટના શરૂઆતી મોડલ કરતા ઘણી વધુ છે. CNGની સાથે આવનારી S-Pressoમાં 1.0 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 68hpનો પાવર અને 90Nmનો ટોર્ક જનરેટ કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, CNGમાં S-Presso 32.2 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધી માઈલેજ આપશે.મારુતી સુઝુકીએ S-Pressoના ચાર વેરિયન્ટ્સ LXi, LXi (O), VXi અને VXi (O)ને CNG કિટની સાથે લોન્ચ કરી છે. જો તેની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં CNG ધરાવતી S-Pressoની શરૂઆતી કિંમત 4.84 (એક્સ શો-રૂમ પ્રાઈઝ) લાખ રૂપિયા છે, જ્યારે ટોપ વેરિયન્ટની કિંમત 5.13 (એક્સ શો-રૂમ પ્રાઈઝ) લાખ રૂપિયા છે. પેટ્રોલ એન્જિનની સરખામણીમાં CNG S-Pressoની કિંમત ઘણી વધારે છે. પેટ્રોલ એન્જિનવાળી S-Pressoના LXi વેરિયન્ટની કિંમત 4.09 લાખ રૂપિયા છે. S-Pressoના CNG વર્ઝનની ડિઝાઈન અને ફીચર્સમાં પેટ્રોલ વર્ઝનની સરખામણીમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યા છે, હવે Maruti Suzukiનો CNG કારો પર વધુ ફોકસ છે. નાણાકીય વર્ષ 2019-20માં કંપનીએ 106443 ફેક્ટરી ફીટેડ CNG વ્હીકલ્સનું વેચાણ કર્યું હતું. કંપનીની પાસે CNG વાહનોની એક મોટી રેન્જ છે. હાલના સમયમાં કંપની Alto, WagonR, Eeco, Tour S, Ertiga જેવા વ્હિકલ્સમાં CNG ઓફર કરી રહી છે.