લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026 |
1683
આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. સાંજે ૫ વાગ્યા સુધીના આંકડા મુજબ આસામમાં સૌથી વધુ ૮૫.૪૬%, પુડુચેરીમાં ૮૯.૮૩% અને કેરળમાં ૭૮.૦૯% મતદાન નોંધાયું છે. કેરળની ૧૪૦, આસામની ૧૨૬ અને પુડુચેરીની ૩૦ બેઠકો પર જનતા ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીમાં સીલ થયું છે. આસામની ૧૨૬ બેઠકો પર ૭૨૨ ઉમેદવારો મેદાનમાં છે. શાંતિપૂર્ણ મતદાન માટે ૩૧,૯૪૦ મતદાન કેન્દ્રો પર ૧.૫ લાખથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ કેન્દ્રો પર માઇક્રો-ઓબ્ઝર્વર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ હેટ્રિક જીત મેળવવા માગે છે, જ્યારે કોંગ્રેસે ગૌરવ ગોગોઈના ચહેરાને આગળ ધરીને સત્તા હાંસલ કરવા ઈચ્છે છે. કેરળની તમામ ૧૪૦ બેઠકો પર ૮૮૩ ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. અહીં ૨.૭૧ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું ન્ડ્ઢહ્લ ત્રીજી વાર સત્તામાં આવવા ઈચ્છુક છે, જ્યારે કોંગ્રેસ
નેતૃત્વ હેઠળનું ેંડ્ઢહ્લ પોતાની ખોવાયેલી સત્તા મેળવવા મહેનત કરી રહ્યું છે. ભાજપ પણ અહીં પોતાની તાકાત વધારીને ખાતું ખોલવાની આશા રાખી રહ્યું છે. પુડુચેરીમાં ૩૦ બેઠકો પર ૨૯૪ ઉમેદવારો મેદાનમાં છે. મતદાન દરમિયાન મન્નાદીપેટના તિરુકાનૂર ગામમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જાેકે આ ઘટનાથી મતદાન પ્રક્રિયા પર કોઈ અસર પડી નથી.
ચૂંટણીની સાથે-સાથે
આસામ કોંગ્રેસે ઉદલગુડીના ઉમેદવાર સામે ફરિયાદ નોંધાવી છે.
આસામના સોનિતપુરમાં મતદાન અધિકારી દેબેન (૪૫) મૃત હાલતમાં મળી આવ્યા.
આસામના એક મતદાન કેન્દ્રની અંદરનો વીડિયો વાયરલ થતાં એફઆઇઆર દાખલ.