૧૬થી ૧૮ જૂન પાવાગઢ ખાતે માતાજીના દર્શન બંધ
15, જુન 2022

વડોદરા,હાલોલ,તા.૧૪

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેમનો પ્રવાસ વડોદરામાં નક્કી થયો છે. વડાપ્રધાન મોદી પાવાગઢ મંદિરમાં ધ્વજારોહણ કરવાના છે. તેમના પ્રવાસનો કાર્યક્રમ ઘડાયો છે. વડાપ્રધાન મોદી જ્યારે પાવાગઢ મંદિરમાં હશે.બે દિવસ ભક્તો માટે દર્શન બંધ રહેશે. પ્રધાનમંત્રીના આગમને લઈ આ ર્નિણય લેવામાં આવ્યો છે. ૧૬ જૂન બપોરે ૩થી ૧૮ જૂન બપોરે ૩ વાગ્યા સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે. વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઈને આ ર્નિણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી ગુરુવારે સાંજે અમદાવાદ આવશે અને તેઓ ગાંધીનગર સ્થિતિ રાજભવનમા રોકાણ કરશે. બીજા દિવસે સવારે તેઓ પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરશે. બાદમાં તેઓ પાવાગઢ નજીક વિરાસત ઉદ્યાનની મુલાકાત લઈને વડોદરામા મહિલા સંમેલનને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી આગામી ૧૮ જૂને શુક્રવારે ગુજરાત આવશે ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ તેમના પ્રવાસની રૂપરેખા આપી દીધી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ૧૭-૧૮ જૂને વડાપ્રધાન મોદી પાવાગઢમાં મહાકાળી મંદિરમાં ૯ઃ૧૫ કલાકે દર્શન કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી નજીકના વનની મુલાકાત પણ લેવાના છે. પછી વડોદરામાં બપોરે સાડા બાર વાગે ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ વિશાળ જનમેદનીને સંબોધન કરશે. આ સિવાય વડાપ્રધાન મોદી અહીં અલગ અલગ લોકાર્પણ અને ખાતમુહૂત્ત પણ કરશે. વડાપ્રધાન મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. પીએમ મોદી ૧૮ જૂનના રોજ પાવાગઢમાં રૂપિયા ૧૨૧ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિવિધ વિકાસકાર્યોનું નિરીક્ષણ તેમજ લોકાર્પણ કરશે. આ સિવાય પીએમ આવાસ યોજનાના મકાનનું લોકાર્પણ કરાવશે, જેમાં વડાપ્રધાન મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૮૯૦૭ આવાસ ગરીબોને આપશે. આ સિવાય સુપોષણ યોજના અને અન્ય કાર્યક્રમ પણ થવાના છે.નોંધનીય છે કે, પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનું રાજ્ય સરકાર દ્વારા ભવ્ય રિનોવેશન કરવામાં આવ્યુ છે, જેમાં બે હજાર શ્રદ્ધાળુ ડુંગરના કોરિડોર પર એકસાથે ઉભા રહી દર્શન કરી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. મહાકાળી મંદિરના ઘુમ્મટને સોનાના કળશથી મઢ્યા બાદ હવે મંદિરના ગર્ભગૃહને પણ સોનાથી મઢી દેવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution