મેઘાલય: 10 કરોડ વર્ષ પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકા, જાણો વિગત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, મે 2021  |   1881

મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લા નજીકના એક વિસ્તારમાંથી 10 કરોડ વર્ષ પૂર્વેના સોરોપોડ ડાયનાસોરના હાડકાંના અવશેષો મળી આવ્યા છે. જો કે સંશોધનકારોના તારણો હજી પ્રકાશિત કરવામાં આવ્યા નથી.

ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વક્ષણ (જીએસઆઈ) ના સંશોધકોએ આ સ્થળની તેમની તાજેતરની મુલાકાત પછી આ તારણ કાઢ્યું હતું. જીએસઆઇ સંશોધનકારોએ નોંધ્યું હતું કે આ પ્રથમ વખત છે કે સંભવત: ટાઇટોનોસોરીયન મૂળના સોરોપોડના અવશેષો મળી આવ્યા છે. સોંરોપોડની લાંબી ગરદન, લાંબી પૂંછડી, બાકીના શરીર કરતાં માથું ટૂંકુ, ચાર જાડા અને થાંભલા જેવા પગ હોતા હતા. તેમણે જણાવ્યું હતું કે મેઘાલય ભારતનું પાંચમું રાજ્ય છે જ્યાં આ મળી આવ્યું છે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તામિલનાડુ પછી પૂર્વોત્તર રાજ્ય છે જ્યાં ટાઇટોનોસોરીયન મૂળના સોરોપોડના હાડકાં મળી આવ્યા છે.

જીએસઆઈના પેલેઓનોલોજી વિભાગના વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી અરિંદમ રાયે જણાવ્યું હતું કે મેઘાલયમાં જીએસઆઈને 2001 માં પણ ડાયનાસોરના હાડકાં મળી આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમની વર્ગીકરણ ઓળખ શક્ય નહોતી. તેમણે માહિતી આપી હતી કે આ વખતે જે હાડકાંની ઓળખ કરવામાં આવી ટે 2019-2020 અને 2020-21માં મળી આવ્યા હતા, જે આશરે 100 મિલિયન વર્ષ જૂનો હોવાનો અંદાજ છે. મળેલી માહિતી અનુસાર હમણા મળેલા અવશેષો પર રિસર્ચ ચાલુ છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution