ગુજરાતમાં મેઘો મહેરબાન મૌસમનો 113.26% વરસ્યો વરસાદ, અનેક સ્થળે પુરની સ્થિતિ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ઓગ્સ્ટ 2020  |   1683

ગાંધીનગર-

ગુજરાત રાજ્યમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યાર સુધી 37.05 ઈંચ સાથે મોસમનો 113.26% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં કચ્છમાં 39.21 ઈંચ સાથે મોસમનો 241.73%, દક્ષિણ ગુજરાતમાં 56.53 ઈંચ સાથે મોસમનો 99.24% વરસાદ નોધાઇ ચૂક્યો છે. ગુજરાતના 14 જિલ્લાઓમાં 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં કચ્છ-આણંદ-સુરેન્દ્રનગર-રાજકોટ-મોરબી-જામનગર-દેવભૂમિ દ્વારકા-પોરબંદર-બોટાદ-અમરેલી-ગીર સોમનાથ-જૂનાગઢ-ભરૂચ-સુરતનો સમાવેશ થાય છે. 37.05 ઈંચ સાથે મોસમનો 113.26% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

ઝોન પ્રમાણે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 26.77 ઈંચ સાથે સૌથી ઓછો 83% વરસાદ છે. જેમાં અમદાવાદ જિલ્લામાંથી 23.34 ઈંચ સાથે 84.86% વરસાદ નોંધાયેલો છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં 100%થી વધુ વરસાદ છે. એકમાત્ર ભાવનગર એવો જિલ્લો છે જ્યાં હાલ 94.08% વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સિઝનનો 100%થી વધુ વરસાદ નોંધાયો હોય તેવું સતત બીજા વર્ષે બન્યું છે. 

હજુ આગામી બે દિવસ વરસાદનું પ્રભુત્વ રહે તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યંર છે કે, 'પશ્ચિમ મધ્ય પ્રદેશ અને સંલગ્ન પૂર્વ રાજસૃથાનમાં લો પ્રેશર સર્જાયું છે. જેના પગલે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અતિભારે વરસાદ પડી શકે છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, જામનગર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છનો સમાવેશ થાય છે.' જોકે, આગામી બે દિવસ બાદ વરસાદનું જોર ઘટવા લાગશે. હાલની સિૃથતિ પ્રમાણે ગુજરાતમાંથી 15 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે વિદાય લે તેની સંભાવના છે. 

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution