12, જુલાઈ 2021
1287 |
અમદાવાદ-
બંગાળની ખાડીમાં સર્જાયેલ લૉ પ્રેશરને કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલે 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ 14 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં વરસાદ આવશે. તેમાં ઉત્તર ગુજરાતને પણ આવરી લેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાંચ દિવસ સુધી વરસાદી સીસ્ટમ કાર્યરત રહશે. પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ માછીમારોએ 12 જુલાઈથી 16 જુલાઈ સુધી દરિયો ન ખેડવો. અષાઢ મહિનો બેઠોને ચોમાસાનું આગમન થયું છે. રથયાત્રા પૂર્વે જ મેઘો મહેરબાન થતાં જગતનો તાત ખુશ થયો હતો. જો વરસાદ મોડો આવ્યો હોત અને હજી વધુ પાંચ દિવસ ખેંચાયો હોત તો વાવણી કરેલું અનાજ બળી જાત. પણ વરસાદે લાજ રાખી છે અને વાવેતરને જીવતદાન મળ્યું છે.