દેશમાં ક્રાઇમ રેટમાં ગુજરાતનો ક્રમ ૨૭મો હોવાનો ગૃહરાજ્ય મંત્રીનો વિધાનસભામાં જવાબ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, માર્ચ 2026  |   3267

ગાંધીનગર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા છેલ્લા બે વર્ષમાં ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ શહેર/જિલ્લામાંથી કેટલી મહિલા અને બાળકો ગુમ થયાની ફરિયાદો મળી છે? તે અન્વયે કેટલી મહિલાઓ અને બાળકો પરત મળ્યા? અને ગુમ થયેલ કેટલી મહિલાઓ અને બાળકોને શોધવાના બાકી છે? જેના જવાબમાં દેશમાં ક્રાઇમ રેટમાં ગુજરાતનો ક્રમ ૨૭મો છે, જે ઘણી સારી બાબત છે તેમ ઉપમુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આ સવાલના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, એક પરિવાર માટે તેમનું બાળક જીવનની મૂડી સમાન હોય છે. આવા નાના બાળકો વિખુટા પડે, ત્યારે તેમના પરિવાર પર આભ ફાટી પડે છે. આ વિષયની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાતનું પોલીસ તંત્ર ગુમ થયેલા બાળકો અને મહિલાઓના કિસ્સામાં અત્યંત સંવેદનશીલતા અને ત્વરિતતાથી કામગીરી કરી રહ્યું છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. રાજ્ય સરકારની સફળતા વર્ણવતા મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્રની સતર્કતાના પરિણામે જૂનાગઢ અને ગીર સોમનાથના ગુમ થયેલા બાળકોને શોધવામાં મોટી સફળતા મળી છે. છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં ૧૫૨ બાળકો અને ગીર સોમનાથ જિલ્લામાં ૪૬ બાળકો ગુમ થયાની ફરિયાદ મળી હતી. પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તમામ ૪૬ બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. તેવી જ રીતે, જૂનાગઢ જિલ્લાના પણ ૧૫૦ બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે, અન્ય ૨ બાળકોની શોધખોળ હાલમાં ચાલી રહી છે. મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ ગુમ થાય ત્યારે શરૂઆતના ૨૪ કલાકને ‘ગોલ્ડન અવર્સ’ ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ફરિયાદ દાખલા કરવામાં આવે તો, પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઝ્રઝ્ર્ફ ફૂટેજની તપાસ, સોશિયલ મીડિયાનો ઉપયોગ, મોબાઈલ ઝ્રડ્ઢઇ ટ્રેકિંગ તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને હાઈવે પર નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે.

આ ઉપરાંત બાળકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવવા માટે ભારત સરકારના ‘મિશન વાત્સલ્ય પોર્ટલ’નો પણ ગુજરાત દ્વારા અસરકારક ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ બિનવારસી બાળક મળી આવે, ત્યારે તેનો ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે, જે સિસ્ટમ આપમેળે ગુમ થયેલા બાળકોના ડેટા સાથે મેચ કરે છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

અમદાવાદમાં એમએસએમઇ ક્ષેત્રમાં ૨,૮૪૪ નવા એકમો દ્વારા કુલ રૂ. ૫૬૧૯.૮૦ કરોડનું નવું મૂડીરોકાણ થયું

ગુજરાત સરકાર દ્વારા આર્ત્મનિભર ગુજરાત યોજના હેઠળ અમદાવાદ જિલ્લાના ૩,૨૮૩ એમએસએમઇ એકમોને રૂ. ૬,૨૮૩ લાખથી વધુ વ્યાજ સહાય ચૂકવાઈ છે તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામિતે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં ૫.૮૫ લાખ સૂક્ષ્મ, ૧૩,૦૨૯ લઘુ અને ૧,૨૧૮ મધ્યમ એકમો મળી કુલ ૫.૯૯ લાખથી વધુ એમએસએમઇ એકમો નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં એમએસએમઇ ક્ષેત્રમાં ૨,૮૪૪ નવા એકમો દ્વારા કુલ રૂ. ૫૬૧૯.૮૦ કરોડનું નવું મૂડીરોકાણ થયું હોવાનું પણ ઉદ્યોગ રાજ્ય મંત્રી જયરામ ગામિતે જણાવ્યું હતું.

ધોરડોમાં છેલ્લા બે વર્ષમાં લાઈટ એન્ડ સાઉન્ડ પાછળ ૬.૭૪ કરોડ રૂપિયા થી વધુ નો ખર્ચ કરાયો : જયરામ ગામિત

કચ્છના ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા સવાલ કરાયો હતો કે, છેલ્લા બે વર્ષમાં ધોરડો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડની કોઈ કામગીરી કરવામાં આવેલ છે કેમ? જાે હા, તો આ કામગીરી પાછળ કેટલી રકમનો ખર્ચ થયેલ છે અને સદર કામગીરીમાં ક્યાં કમ્પોનન્ટનો સમાવેશ કરાયો છે? આ સવાલના જવાબમાં પ્રવાસન રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામિતે જણાવ્યું હતું કે, ધોરડો ખાતે છેલ્લા બે વર્ષમાં લાઇટ એન્ડ સાઉન્ડ અંગેની કામગીરી કરાઇ છે. જેના પાછળ બે વર્ષમાં રૂ. ૬ કરોડ, ૭૪ લાખ ૯૫ હજાર અને ૭૮૫ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution