સુરત-

લોકડાઉન બાદ સૌ પ્રથમ વખત સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત ‘સીટેક્ષ એક્ષ્પો-૨૦૨૧’ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે સરસાણાના ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે એક્ઝિબિશન ખુલ્લુ મૂકાયું છે. આ ત્રિ–દિવસીય ટેક્સટાઈલ ટેકનોલોજી એન્ડ મશિનરી એક્ઝિબીશન ‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ ૨૦૨૧’માં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઘણી સંભાવનાઓ રહેલી છે. વિકાસની નવી તકો ખૂલી રહી છે.

આજે દેશના કાપડ માટે મોટું માર્કેટ છે. ત્યારે આ એક્સપોમાં દર્શાવેલી મશીનરીની સાથે એસેસરીઝથી વધુ આધુનિક રીતે ઉત્પાદન કરવામાં આવે તે જરૂરી છે. સરકાર પણ ઉદ્યોગને પ્રોત્સહાન આપી રહી છે અને આગામી દિવસોમાં વધુ ઝડપથી વિકાસ થાય તે દિશામાં કાર્યરત છીએ. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આયોજિત 'સીટેક્ષ-૨૦૧૨૧' સમગ્ર દેશમાં કોરોના મહામારી પછી ટેક્સટાઈ ઉદ્યોગની મશીનરી પ્રદર્શિત કરતું રાજ્યનું સૌ પ્રથમ પ્રત્યક્ષ બી–ટુ–બી એક્ઝિબિશન ખુલ્લુ મુકાયું છે.

એક્ઝિબિશનને કેન્દ્રીય કાપડ મંત્રીએ કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ ગણાવીને નવી ટેક્નોલોજી સાથે અપગ્રેડ થવાની પણ હાંકલ કરી હતી. કોવિડ-૧૯ ગાઈડલાઈન્સ સાથે યોજાયેલા પ્રદર્શનમાં ૧૦૦થી વધુ સ્ટોલમાં ટેક્સટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપિયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ જેવી ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝ પ્રત્યક્ષરૂપે પ્રદર્શિત થઈ છે.