મુંબઇમાં બેબી બમ્બ સાથે નજરે પડી દિયા મિર્ઝા...

મુંબઇ-

બોલિવૂડ એક્ટ્રેસ દીયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરીનાં બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નનાં દોઢ મહિના બાદ એક્ટ્રેસે તેનાં ફેન્સ સાથે ગૂડ ન્યૂઝ શેર કરી હતી. તેણે તેની એક તસવીર શેર કરી તેની પ્રેગ્નેન્સીનો ખુલાસો કર્યો હતો. પ્રેગ્નેન્સી બાદ એક્ટ્રેસ શુક્રવારે મુંબઇમાં રુટીન ચેકઅપ માટે ક્લિનિકની બહાર સ્પોટ થઇ હતી.

આ સમયે તે ઘણાં જ કેઝયુઅલ આઉટફિટમાં હતી. તેણે બ્લેક પેન્ટ અને બ્લૂ લૂઝ શોર્ટ કૂર્તી પહેરી હતી. જેનાં પર થ્રેડ વર્ક હતું. દીયાએ સાદી સ્લિપરની સાથે જોવા મળી હતી. તેનાં પગમાં ભારે સોજા પણ જોવા મળી રહ્યાં હતાં.

આપને જણાવી દઇએ કે, ગત દિવસોમાં દિયા તેની ગૂડ ન્યૂઝને કારણે ઘણી ટ્રોલ થઇ હતી. તે લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ હોવાની વાતથી તેને ટ્રોલ કરવામાં આવી હતી. તેને પ્રેગ્નેન્સી રહી ગઇ હોવાથી દિયાએ વૈભવ સાથે લગ્ન કર્યા તેવી વાતો થતા દિયા ગુસ્સે થઇ હતી અને તેણે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપતા લખ્યું હતું કે, તેણે વૈભવ સાથે એટલે લગ્ન નથી કર્યાં કારણ કે તે પ્રેગ્નેન્ટ હતી. તેમનાં લગ્ન તો પહેલેથી જ નક્કી હતાં. પણ વચ્ચે આ ગૂડ ન્યૂઝ તેમને મળ્યાં જેની તે વર્ષોથી રાહ જોઇ રહી હતી.

આપને જણાવી દઇએ કે, દિયાએ 15 ફેબ્રુઆરી 2021નાં રોજ તેનાં બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતાં. લગ્નનાં દોઢ મહિના બાદ તેણે સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરી પ્રેગ્નેન્સીની ખબર આપી હતી.

વૈભવ રૈખી એક દીકરીનો પિતા છે. તેનાં પણ છુટાછેડા થઇ ગયા છે. દીયા મિર્ઝા વૈભવની દીકરી સાથે પણ સારું બોન્ડિંગ ધરાવે છે. વૈભવ રૈખી એખ દીકરીનો પિતા છે. તેનાં પણ છુટાછેડા થઇ ગયા છે. દીયા મિર્ઝા વૈભવની દીકરી સાથે પણ સારું બોન્ડિંગ ધરાવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution