16, ફેબ્રુઆરી 2021
495 |
વડોદરા-
ભાજપના વિવાદીત અને દબંગ છબી ધરાવતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્વતના વિવાદોનો અંત આવતો નથી. તાજેતરમાં જ તેમણે મીડિયા કર્મીને કેમેરા સામે બે માણસોને કહીં ઠોકાવી દેવાની ધમકી આપી હતી. જે મામલે ભારે વિવાદ સર્જાયો હતો. તેવામાં વિવાદીત ધારાસભ્ય એક લગ્નપ્રસંગમાં હાજરી આપતા સમયે જાહેરમાં લોકોની વચ્ચે ગીત ગાતા જોવા મળ્યાં હતા. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ નસવાડી ખાતે લગ્ન પ્રસંગમાં બેન્ડ બાજાની ધુન સાથે જાતે માઈક હાથમાં લઈ ‘એક પ્યાર કા નગમાં હૈ, મોજો કી રવાની હૈ, જીદંગી ઓર કુછ ભી નહી તેરી મેરી કહાની હૈ’ ગીત ગાયું હતું અને હાજર તમામ લકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.