દિલ્હી-

ભારત સાઉદી અરબથી ક્રુડ ઓઈલની આયાત કરનારો દુનિયાનો ત્રીજાે સૌથી મોટો ગ્રાહક દેશ છે. પરંતુ ક્રુડ ઓઈલના ભાવ યૂરોપમાં યથાવત રાખવાના અને માત્ર એશિયાના દેશો માટે ભાવ વધારવાના સાઉદી અરબના ર્નિણય વચ્ચે ભારતે પણ પોતાની રિફાઈનરિઓને સામાન્યથી ૩૬ ટકા ક્રુડ ઓઈલની આયાત ઘટાડવાનો ર્નિણય લીધો છે.

ભારતે ક્રુડ ઓઈલની કિંમતમાં વધારા માટે સાઉદી અરબ અને અન્ય ક્રુડ ઓઈલ ઉપ્તાદક દેશો દ્વારા ઉત્પાદનમાં ઘટાડો કરવાનો આરોપ લગાવ્યો છે. ભારતે પણ જવાબ સ્વરૂપે સાઉદી અરેબિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી ઘટાડવાનો ર્નિણય લીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતની સરકારી રિફાઈનરીઓએ મે મહિનામાં ૯.૫ મિલિયન બેરલ ક્રુડ ઓઈલ સાઉદી અરબ પાસેથી ખરીદવાનો આદેશ કર્યો છે. આ અગાઉ ભારતે ૧૦.૮ મિલિયન ક્રુડ ઓઈલ ખરીદવાની યોજના બનાવી હતી. પરંતુ વિરોધ છતાંયે સાઉદી અરબના અક્કડ વલણ બાર ભારતે પણ આક્રમક વલણ અપનાવીને ઓર્ડર ઘટાડ્યા છે.

ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિદુસ્તાન પેટ્રોલિયમ અને મેંગલોર રિફાઈનરી એંડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડે સામાન્ય રીતે એક મહિનામાં ૧૪.૮ મિલિયન બેરલ ક્રુડ ઓઈલ સાઉદી અરબ પાસેથી ખરીદે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્રુડ ઓઈલની આયાતને લઈને ભારતના કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સાઉદી પ્રિંસ અબ્દુલ અઝીઝ બિન સલમાન વચ્ચે વાતચીત બાદ આ ર્નિણય લીધો છે.

અગાઉ ક્રુડ ઓઈલના ભાવમાં વધારો ના કરવાના ભારતના અનુરોધને અવગણી સાઉદી અરબે ક્રુડ ઓઈલની કિંમતો વધારી દીધી હતી. જેને લઈને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારોભાર નિરાશા વ્યક્ત કરી હતી અને આખરે રિફાઈનરીઓને ક્રુડની આયાતમાં કાપ મુકવાનો આદેશ કર્યો છે. ભારતના આ ર્નિણયને સાઉદી અરબના ર્નિણયની કાટ તરીકે જાેવામાં આવી રહ્યો છે.

હાલ ભારતે દેશની રિફાઈનરીઓમાંથી ખાડી દેશોમાંથી ક્રુડ ઓઈલની ર્નિભરતા ઘટાડવા ક્રુડ ઓઈલનું ઉત્પાદન વધારવાના નિર્દેશ આપ્યા છે. ભારતે સ્વદેશી કંપનીઓને બ્રાઝિલના ટુપી ગ્રેડ, ગુયનાના લિઝા અને નોર્વેન અજાેહાન સેવેડ્રુપ પાસેથી કાચુ ક્રુડ ઓઈલ આયાત કરવાના નિર્દેશ આપ્યા છે. જેથી આ કંપનીઓએ ડાયવર્સિફિકેશન શરૂ કરી દીધું છે.