વડોદરા, તા ૧૪

૧૮ મી જુને વડોદરાની મુલાકાતે વડાપ્રઘાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. અને તેઓ આજવા રોડ સ્થિત લેપ્રેસી મેદાન ખાતે જનસભા ને સંબોઘવાનાં છે ત્યારે વડાપ્રઘાન નાં સુચિત કાર્યક્રમ સામે કોગ્રેસે નારાજગી વ્યકત કરી હતી અને આવેદનપત્ર માં જણાવ્યું હતુ કે જયારે નરેન્દ્ર મોદી ૨૦૧૪માં વડોદરાથી લોકસભા ની ચુંટણી લડયા હતા અને લાખો મતોથી ચુંટાઇ આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ વડોદરાનાં મતદારો સાથે વિશ્વાશઘાત કર્યો હતો. અને ૨૦૧૪ ની લોકસભાની ચુંટણી ુપ્રચારમાં વડોદરાવાસીઓ ને ખોટા વાયદાઓ કરી પાયાનાં પ્રશ્રો ઉકેલવાની વાતો કરી હતી. જે ભાજપનાં ૨૭ વર્ષોના શાશનમાં પણ પુરી થઇ નથી.

 વડોદરા શહેર- જિલ્લા કોગ્રેંસ દ્રારા આજે વડાપ્રઘાન નરેન્દ્ર મોદી ને સંબોઘી શહેર અને જિલ્લાનાં પાયાનાં વણઉકેલ્યા પ્રશ્નો સંદર્ભે કલેકટરના માઘ્યમ થી આજે આવેદનપત્ર સુપ્રત્ર કરવામા આવ્યું હતું

 વડોદરા શહેર પ્રમુખ ઋત્વીક જાેષી અને મનપા વિપક્ષ નેતા અમી રાવતની ઉપસ્થિતિમાં કોગ્રેસનાં કાર્યકરો આજે કલેકટર પરિસરમાં એકત્રિત થયા હતા. અને વડાપ્રઘાન નરેન્દ્ર મોદી ને સંબોઘી ને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ. કલેકટર કચેરીનાં પરિસરમાં મોટી સંખ્યમાં એકત્રિત કોગ્રેસી કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ અને મોટા બેનરો પકડી ભાજપ અને નરેન્દ્ર માોદી વિરૂઘ્ઘ સુત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યા હતો કે વિશ્વામિત્રી નદીમાં ૪૦ ટકા જેટલી ડ્રેનેજના પાણી સીધા છોડવામાં આવે છે. જીપીસીબી દ્વારા આ સંદર્ભે અનેક વખત પાલિકાને નોટીસો પણ ફટકારવામાં આવી છે.

આ ઉપરાંત વડોદરામાં નિયમીત સેંકડોની સંખ્યામાં દૂષિત પાણી અને ઓછા પ્રેસરથી પાણી મળવાની ફરિયાદો પાલિકા તંત્રને મળે છે. જયારે વડોદરા શહેરમાં સમાવેશ થયેલા આસપાસના ગામોમાં પણ પાણીની સમસ્યા સર્જાય છે. તેમજ પ્રાથમિક સુવિધાઓ પણ હજી આપવામાં આવી નથી. તેવા આક્ષેપો પણ કોંગ્રેસે આવેદનપત્ર આપી કર્યા હતા.

શહેરનાં પાયાના પ્રશ્નો સામે સવાલો ઉભા

કરી કોંગ્રેસનાં અનેક સવાલો

   વડોદરા શહેર પીવાનાં પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. શહેરમાં ગટરો ઉભરાઇ રહી છે. વિશ્વામિત્રી અંગે વડાપ્રઘાને ૨૦૧૪માં ચુંટણી ટાળે કહ્યું હતું કે વિશ્વામિત્રિ કી ગંદકી સાફ કરને આયા હું. આજે પણ વિશ્વામિત્રિમાં ગંદકી ઠેર ની ઠેર છે. ૨ થી ૩ ઇંચ વરસાદમાં શહેરમાં અનેક સ્થળોએ પાંણી ભરાઇ જાય છે. વડોદરા સ્માર્ટ સીટી કે છેતરપીંડીનાં સુત્રો સાથે કોગ્રેસે કલેકટર કચેરીમાં દેખાવો કર્યા હતા.

મોદીજી વડોદરા જવાબ માંગે છે

વડાપ્રઘાન નરેન્દ્ર મોદી ની સુચિત જનસભાની એકબાજુ પુરજાેશમા તૈયારીઓ ચાલી રહી છે તો બીજી બાજુ શહેર અને જિલ્લા કોગ્રેસ દ્રારા નરેન્દ્ર મોદી સામે શહેર અને જિલ્લાનાં વણઉકેલ્યા પ્રશ્નો ને લઇને મોરચો માંડયો છે અને અને આગામી દિવસોમાં પણ આ પ્રમાણે તેઓ શહેરીજનો નાં પ્રશ્નો ને કાર્યક્રમો આપતા રહેશે ની ચીમકી શહેર – જિલ્લા નાં સંગઠન દ્રારા આપવામાં આવી છે.