ભારતમાં ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા: સ્કાયમેટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, એપ્રીલ 2026  |   2277

ભારતીય અર્થતંત્ર અને ખેતી જેના પર ર્નિભર છે તેવા ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે વર્ષ ૨૦૨૬ માટે તેનું પ્રથમ સત્તાવાર ચોમાસું અનુમાન જાહેર કર્યું છે. જાેકે, આ વર્ષે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતાના સમાચાર એ છે કે વરસાદી તસવીર બહુ ઉજળી દેખાઈ રહી નથી. સ્કાયમેટના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન કુલ વરસાદ તેના લાંબા ગાળાના સરેરાશ(ન્ઁછ)ના ૯૪ ટકા જેટલો જ વરસે તેવો અંદાજ છે.

એક તરફ જૂનમાં સારી શરૂઆતની અપેક્ષા છે, તો બીજી તરફ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે વરસાદ નબળો પડવાનો અંદાજ છે. સૌથી મોટું કારણ અલ નીનોની સંભવિત વાપસી જણાવવામાં આવી રહ્યું છે. એટલે કે, શરૂઆતની રાહત પછી ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે, જેની સીધી અસર ખેતી, મોંઘવારી અને દેશની અર્થવ્યવસ્થા પર પડશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution