સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૧ લાખ કરતાં વધુ પ્રવાસીઓ ઉમટયાં
26, ડિસેમ્બર 2022

રાજપીપળા, તા.૨૫

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં પ્રવાસીઓ નો ધસારો વધ્યો અને નાતાલ રજા ઓમ ૫૦ હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા ત્યારે સની અને રવિ વાર બે દિવસ માં ૧ લાખ કરતા વધુ પ્રવસીઓ નોંધાયા છે. આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં દિવાળી વેકેશન માં આવેલા પ્રવાસીઓ નો ધસારો હતો પણ નાતાલ ની રજામાં વધુ પ્રવાસી આવતા દિવાળીનો રેકોર્ડ તૂટ્યો હતો. સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહીત ભારત ભરમાં અને વિદેશોમાં પણ નાતાલનો પર્વ ધૂમધામ થી ઉજવાય છે. ત્યારે તહેવાર નો માહોલ અને નવા વર્ષના વધામણાં એટલે ૩૧ ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કર્યું . ત્યારે જિલ્લામાં આવેલ તમામ હોટલો અને ટેન્ટ સીટી સહીત નું બુકીંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા હતા. સાથે શનિવારે ૪૦ હજાર અને ૫૦ હજાર કરતા વધુ પ્રવાસીઓ આવતા ર્જીંેં સત્તામંડળ દવારા રાજપીપલા એસટી ડેપો ની ૩૦ બસો પણ મુકવામાં આવી છે.ટિકિટ બારી પણ૧૦ જેટલી કરી દેવામાં આવી હતી.સાથે આવનારી ૩૧ ડિસેમ્બર ના રોજ પણ મોટી સંખ્યા માં પ્રવસીઓ આવશે જેન લઈ તંત્ર સજ્જ થયું છે. અહીં આવતા પ્રવાસીઓ પણ સાતપુરા અને વિદ્યાનચલની ગિરિકંદરા વચ્ચે અદભુત વાતાવરણમાં રહેવાનું પસંદ કરી રહ્યા સાથે નર્મદા જિલ્લાના જંગલો હોવાથી શિયાળામાં ગુલાબી ઠંડીમાં જંગલ સફારી વેલી ઓફ ફલાવર અને અન્ય પ્રોજેક્ટો પર પણ પ્રવાસીઓ જાેઈ ખુશ થઇ રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution