મનપા ચૂંટણી માટે પહેલાં દિવસે જ ૫૦૦થી વધુ ઉમેદવારી ફોર્મ ઉપડી ગયાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026  |   સુરત   |   1881

સુરત શહેરમાં આગામી મનપા ચૂંટણીને લઈ રાજકીય વાતાવરણ તેજ બનતું જઈ રહ્યું છે. ઉમેદવારી નોંધણીની પ્રક્રિયાના પ્રથમ જ દિવસે ૫૦૦થી વધુ ઉમેદવારી ફોર્મ ઉપડી જતા ચૂંટણી પ્રત્યેનો ઉત્સાહ અને સ્પર્ધા સ્પષ્ટ જાેવા મળી રહી છે.

સવારે શરૂ થયેલી પ્રક્રિયામાં વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો તેમજ અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. દિવસ દરમિયાન અલગ અલગ વોર્ડમાંથી ઉમેદવારી ફોર્મ લેવા માટે ઉમટેલા લોકોના કારણે કચેરીઓમાં ભારે ચહલપહલ જાેવા મળી હતી. પહેલા જ દિવસે આટલી મોટી સંખ્યામાં ફોર્મ ઉપડતાં આવનારી ચૂંટણીમાં કડક ટક્કર જાેવા મળશે તેવા સંકેતો મળી રહ્યા છે.ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ફોર્મ વિતરણની પ્રક્રિયા માત્ર પ્રારંભિક તબક્કો છે, અંતિમ દિવસે કેટલા ઉમેદવારો વાસ્તવમાં ઉમેદવારી નોંધાવે છે તે જાેવાનું રહેશે. ઘણી વખત એક જ વોર્ડમાંથી એકથી વધુ દાવેદારો ફોર્મ લેતા હોય છે, પરંતુ પક્ષ દ્વારા અંતિમ પસંદગી બાદ જ સાચી સ્થિતિ સ્પષ્ટ થાય છે.

રાજકીય વિશ્લેષકોના મત મુજબ આ વખતની મનપા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ, વિકાસકાર્યો અને પક્ષોની આંતરિક રાજનીતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પહેલા જ દિવસે નોંધાયેલા ભારે ઉત્સાહને ધ્યાનમાં લેતા આવનારા દિવસોમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતદાન તથા તા.૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતગણતરી થશે. તા. ૦૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્વ થશે. તા.૧૧ એપ્રિલ ૨૦૨૬ સુધી ઉમેદવારીપત્રો ભરી

શકાશે. તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી અને તા.૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution