રાજ્યની પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને સીપીઆર તાલીમ અપાશે
23, નવેમ્બર 2023

ગાંધીનગર રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે એક ખાસ તાલીમ યોજાશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ દરમ્યાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓના ૨ લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-ઝ્રઁઇ તાલીમ આપવામાં આવશે.આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. તા. ૩ જી ડિસેમ્બર અને તા ૧૭ મી ડિસેમ્બર૨૦૨૩ ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી ઝ્રઁઇ તાલીમનો શુભારંભ કરાવશે.વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ જાેડાયા હતા.મંત્રી કુબેરભાઈ ડિંડોરે આ કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, ઝ્રઁઇ વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે. અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી, હવે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. ત્યાર બાદ માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના પ્રાધ્યાપકને પણ તબક્કાવાર તાલીમ આપવાનું આયોજન છે. તેમણે ઉમેર્યું કે, કોરોનાકાળ પછી હાર્ટ અટેકથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો છે ત્યારે મહામૂલી જીંદગી બચાવવામાં રાજયના શિક્ષકો પણ મદદરૂપ બને તે આશયથી આ તાલીમ આપવાનું નક્કી કરાયું છે. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મીનીટનો સમય જતો હોય છે. તે ૦૫ થી ૧૦ મીનીટ દરમિયાન મગજ સુધી લોહીના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ ઝ્રઁઇ ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.મંત્રી એ ઉમેર્યું કે, આ એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (ઝ્રઁઇ) તાલીમ ડૉકટર સેલ ટીમ અન ૈંજીછ ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાશે. જેમાં ૨ લાખથી વધારે શિક્ષકોને આ ઝ્રઁઇ ટ્રેનીંગ આપવામાં આવશે. જેમાં ગુજરાતની ૩૭ મેડિકલ કોલેજાે અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦ થી વધુ ડૉકટરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનીંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution