વડોદરા, તા.૭

વડોદરા મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા નવી કેટલ પોલિસીના અમલ બાદ એક તરફ રખડતાં ઢોર અને ગેરકાયદે ઢોરવાડા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ શહેરના પેરાફેરી વિસ્તારમાં દિવાળીપુરા, તાંદલજા, ખિસકોલી સર્કલથી નવા બની રહેલા બ્રિજના રોડ પર સહિત કેટલાક વિસ્તારોમાં હજી રસ્તાઓ પર રખડતાં ઢોર જાેવા મળી રહ્યાં છે.

વડોદરા કોર્પોરેશન તંત્ર દ્વારા નવી કેટલ પોલિસીના અમલીકરણ બાદ રખડતાં ઢોરોને પકડવાની કામગીરી વધુ સઘન બનાવી છે. સાથે ઢોરોના ટેગિંગ તેમજ ગેરકાયદે બનેલા ઢોરડબ્બાઓ તોડી પાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જાે કે, પાલિકાતંત્રની કામગીરીને પગલે શહેરના અનેક વિસ્તારો ખાસ કરીને જૂના શહેરી વિસ્તારોમાં હવે મોટાભાગે રખડતી ગાયો ઓછી જાેવા મળે છે. પરંતુ પેરાફેરી એરિયામાં હજી પણ જાહેર માર્ગો પર રખડતી ગાયો જાેવા મળે છે. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નં.૧૧ની ઓફિસથી દિવાળીપુરા, તાંદલજા વિસ્તાર તેમજ ખિસકોલી સર્કલથી નવા બની રહેલા બ્રિજના રસ્તાઓ પર રખડતી ગાયો જાેવા મળી હતી.