વલસાડના ગુંદલાવ હાઇવે પર વિદેશી દારૂ સહિત રૂા. 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ઓક્ટોબર 2020  |   2772

વલસાડ-

વલસાડના ગુંદલાવ હાઇવે પર વિદેશી દારૂ સહિત રૂા.૩૬.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો. ગતરોજ એક ટાટા ટ્રક નંબર ૫૫-૯-૨૪૩૩ માં તેનો ચાલક તથા કલીનર પ્રોહી મુદ્દામાલ ભરી સુરત તરફ જનાર છે તેવી મળેલ બાતમી અંગે ગુંદલાવ ને.હા.નં. ૪૮, ઓવરબ્રીજ, મુંબઇથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર વોચમાં હતા. 

દરમ્યાન બાતમીની હકીકતવાળી ટાટા ટ્રક આવતા તેના ચાલકને રોકવા માટે ઇશારો કરતા ચાલકે પોતાની ટ્રક થોડે દુર આગળ લઇ જઇ રોડની સાઇડમાં ઉભો રાખતા સદર ટાટા ટ્રક પાસે જઇ બોડીની અંદરના ભાગે તપાસ કરતા વેસ્ટ પ્લાસ્ટીકના દાણા ભરેલ પ્લાસ્ટીકના થેલાની આડમાં વગર પાસ પરમીટની બાટલી નંગ ૧૫૧૮૦, કિ.રૂ. ૨૧,૬૮,૪૦૦ તથા ટાટા ટ્રકની કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦ મોબાઇલ ફોન નંગ - ૨, કિ.રૂ. ૭૦૦૦ તથા રોકડા રૂ . ૫૫૦૦ તથા પ્લાસ્ટીકના દાણાની કિ.રૂ. ૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૩૬,૮૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રૂપિન્દ્ર સિંઘ ઉર્ફે પિન્દુ ગુરૂદેવ સિંઘ રહે . અહલુપુર, વોર્ડ નં . ૫ , તા. સરધુલગઢ જી . માસા ( પંજાબ ), બલદેવ સિંઘ ઉર્ફેબોબી હરભજનસિંઘ મેહરા રહે. ગામ સિરસા, રાણીયાગેટ, વોર્ડ નં.૨૩ , મારૂતિ મંદિર પાસે , તા.જી. સિરસા ( હરિયાણા ) નાઓને પકડી પાડી તેઓ વિરૂધ્ધ એ.એસ.આઇ. મીયામહમદ ગુલામરસુલ શેખ એલ.સી.બી. વલસાડે વલસાડ રૂરલ પો.સ્ટે.માં પ્રોહી એકટ ગુન્હા સબબ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution