કોરોના મહામારીને કાબુમાં લેવા લોકડાઉનના કારણે છેલ્લા 4 મહિનાના મોટાભાગના સમયમાં ઘરની અંદર પુરાયેલા સીનેદર્શકોને આકર્ષવા પુલે એ પછીના પ્રથમ કેટલાક સપ્તાહોમાં દેશમાં મોટી મલ્ટીપ્લેકસ ચેઈન ધરાવનારી કંપનીઓ પીવીઆર અને આઈનોકસ લેઝર ટિકીટના દર ઘટાડશે.
પીવીઆરના સીઈઓ ગૌતમદતાએ જણાવ્યું હતું કે પ્રથમ બે-ત્રણ સપ્તાહ ઈન્ટ્રોડકટરી પ્રાઈસીંગ હશે. પ્રથમ બે મહિના માટે અમારી કોઈ અપેક્ષા નથી. અમે દર્શકોને સીનેમામાં આવી અમે સલામતીના કેવા પગલા લીધા છે તે બતાવવા માંગીએ છીએ.
બન્ને ઓપરેટરોએ ટિકીટના દર કેટલા ઘટાડાશે તેનો ફ્રોડ પાડયો નથી, પણ અધિકારીઓના જણાવ્યા મુજબ કાપ 10-15% હશે. દતાએ જણાવ્યું હતું કે ચાલુ મહિનાના અંત સુધીમાં અમને ખોલવા દેવાની મંજુરી અપાશે. ઓકટોબર-નવેમ્બર સુધીમાં કોવિડ 19 પુર્વેના સ્તરે પહોંચવાની અમને આશા છે. તહેવારોમાં મોટા બજેટની ફિલ્મો રિલીઝ થવાની છે.