સુરત-

શહેરના ડુમસ વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કરોડથી વધુના MD ડ્રગ્સ સાથે સલમાન ઉર્ફે અમન હનીફ ઝવેરીની ધરપકડ કરી હતી. જે ડ્રગ્સ નો જથ્થો પૂણા ગામમાં આવેલા સાયોના કોમ્પ્લેક્સના સંકેત અસલાલીયા નામના આરોપી પાસેથી ખરીદી કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે છાપો મારી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યાં તેની પાસેથી લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ત્રણ અલગ-અલગ MD ડ્રગ્સ કેસ પ્રકરણમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણ પૈકીનો એક આરોપી એરોટિકલ બી ફાર્મા કંપનીનો અભ્યાસ કરી ચૂકેલો એન્જીનીયર છે. જ્યારે અન્ય એક આરોપી મુંબઈનો રહેવાસી છે. આ સાથે સમગ્ર MD ડ્રગ્સ કેસ પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના ઉસ્માન સેખને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.