મુંબઈ-

નવી મુંબઈ નજીક આવેલા પનવેલમાં ક્વોરન્ટાઈન સેન્ટરમાં એક શખ્સે 40 વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે કહ્યું હતું કે, આ ઘટના ગુરુવારે સાંજે સામે આવી જ્યારે મહિલાએ પનવેલ ગ્રામીણ થાણેમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી.

મળતી માહિતી મુજબ મહિલામાં કોવિડ-19ના લક્ષણો દેખાવાથી તેને ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવી હતી. પીડિતાનો જાણીતો આરોપી ગુરુવારે તેના રુમમાં ગયો અને માલિશ કરવાના બહાના તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. પીડિતા સાથે દુષ્કર્મ કરનાર વ્યકિત તેણે ઓળખતો હતો.પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, અમે કલમ-376 અને 354 હેઠળ દુષ્કર્મનો મામલાની ફરિયાદ નોંધી છે. તે ક્વોરન્ટાઈન સેન્ટરમાં હોવાથી તેની ધરપકડ કરી નથી. જો કે, આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.