વર્લ્ડકપ ૨૦૧૧માં પોતાની ઝડપથી ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવનાર ઝડપી બોલર મુનાફ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મુનાફ પટેલે ૯ વર્ષ પહેલા વર્લ્ડ કપ જીત્યો હતો અને હવે તે પોતાની સેવાથી લોકોના દિલ જીતી રહ્યો છે. મુનાફ પટેલ પોતાના ગામ ઈકહરમાં લોકોને કોરોના વાયરસને લઈને જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહ્યો છે. અને સાથે જ ત્યાં એક કોવિડ સેંટર પણ ચલાવી રહ્યો છે.

ગુજરાતના ભરૂચ જિલ્લાના ઈકહર ગામ સૌથી પહેલા કોરોનાની ઝપેટમાં આવી ગયુ હતું. એપ્રિલમાં ત્યાં કેટલાક લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. ગામના લોકોને સોશિયલ ડિસ્ટંસ વિશે જાણકારી ન હતી. અને ન તો લોકો માસ્ક પહેરતા હતા. જેના પછી મુનાફ પટેલે જાગૃતતા ફેલાવવાની બીડું ઉઠાવ્યું હતું એટલું જ નહી તેણે એક કોવિડ સેન્ટર પણ ચાલુ કર્યું.

સમાચાર મુજબ કોવિડ સેંટરમાં મુનાફ પટેલ બહારથી આવનારા લોકોને કોરોન્ટાઈન કરી રહ્યો છે. અને તેને જમવાની અને રહેવાની સુવિધાનું પણ ધ્યાન રાખી રહ્યો છે. મુનાફ પટેલ સતત જિલ્લાના સ્વાસ્થ્ય વિભાગના સંપર્કમાં છે અને તે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને જાગૃત કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન મુનાફ પટેલ દરરોજ પંચાયત ઓફિસે જઈને વાયરસને કઈ રીતે રોકી શકાય તે મુદ્દા પર ચર્ચા કરે છે. મળતી માહિતી મુજબ તે જાગૃતતાના કારણે લોકોને ફાયદો પણ થયો છે.