લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026 |
સુરત |
1980
સુરત શહેરમાં ફરવાલાયક સ્થળો આંગળીનાં વેઢે ગણાય તેટલાં જ હોવાથી સહેલાણીઓ નિરાશ હતાં. મહાનગર પાલિકાએ ડુમસ સી-ફેસ નજરાણું આપતાં વીકએન્ડમાં સુરતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે પરંતુ સ્વચ્છતામાં નંબર-૧નો એવોર્ડ લીધાં પછી પણ સુરતીઓ હજુ સ્વચ્છતાનાં પાઠ ભણ્યાં નથી અને ડુમસનાં દરિયાકિનારે કચરાનો ઢગલો કરી જાય છે.