પાલિકાના રૂ. ૩૭ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓક્ટોબર 2022  |   9801

વડોદરા, તા. ૧૩

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત આજે શહેરના નવલખી મેદાન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વડોદરા શહેર-જિલ્લાને કાયદા મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે રૂ. ૧૦૫.૬૩ કરોડ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે રૂ. ૩૭ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ મળી હતી. આજના કાર્યક્રમમાં વડોદરા શહેર અને જિલ્લાને મળેલી કુલ રૂ. ૧૪૨.૬૨ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટમાં રોડ-રસ્તા, પાણી-પુરવઠો, ગટર વ્યવસ્થા, માર્ગ-મકાન વિભાગ, ગ્રામ્ય વિકાસ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ અંતર્ગત રૂ. ૪૪.૮૭ કરોડના ખર્ચે વિવિધ ૬ વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ તેમજ રૂ. ૯૭.૭૫ કરોડના વિવિધ ૩૫ વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કાયદા મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કહ્યું હતું.

જન સેવાથી જ પ્રભુ સેવાને આત્મસાત કરનાર કાયદામંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઉદબોધન કરતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયેલા ગુજરાતે તમામ ક્ષેત્રમાં સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ સાધ્યો છે”. તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં કર્તવ્યરત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સફળ શાસન અને સુશાસનના એક વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રીશ્રીએ છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં થયેલા વિકાસની ગાથા અનેક દ્રષ્ટાંત સ્વરૂપે સમજાવતા કહ્યું કે, “ગુજરાતીઓના અવિરત વિશ્વાસના કારણે ડબલ એન્જિનની સરકાર ડબલ તાકાત અને ડબલ સ્પીડથી વિકાસની ગાથા સતત આગળ વધી રહી છે”. છેલ્લા ૮ વર્ષમાં ડબલ એન્જિનની સરકારે લીધેલા મક્કમ ર્નિણયોને આવકારતા મંત્રીશ્રીએ કહ્યું કે, “આજે કૃષિ ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર, મહિલાઓ હોય કે બાળકો, ગ્રામ્ય હોય કે શહેરી, યુવાઓ, વંચિતો, ખેડૂતો સહિત ગુજરાતના જન-જનનો અને તમામ ક્ષેત્રનો વિકાસ થયો છે.

વડોદરાના વિકાસનો ચિતાર આપતા મેયર શ્રી કેયુરભાઈ રોકડિયાએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુશાસનના એક વર્ષ પૂર્ણ કરવા બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા. તેમણે આ એક વર્ષને સફળતા અને સિદ્ધિઓનું વર્ષ ગણાવ્યું. “વડોદરાને આજે મળેલા અનેકવિધ વિકાસકાર્યોની ભેટથી લોકોની સુખાકારીમાં બમણો વધારો થશે”. ઇ-એફ.આર.આઈ., મહિલાઓ-બાળકો માટે વિવિધ યોજનાઓ, સ્વાસ્થ્ય સેવાઓ, કૃષિ સેવાઓ, રોડ-રસ્તા, પાણી-પુરવઠો, ડ્રેનેજ વ્યવસ્થા જેવી પ્રજાકીય સવલતો અને શ્રેષ્ઠ માળખાકીય સેવાઓ માટે ડબલ એન્જિન સરકારની જન સેવાની કાર્ય સંસ્કૃતિને વિકાસયાત્રાનું વાહક અને મહત્વનું પરિબળ ગણાવ્યું હતુ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution