વડોદરા, તા.૮

વડોદરા મહાયાનગર પાલિકાની વર્ષ ૨૦૨૧ની સામાન્ય ચૂંટણીઓ અને જિલ્લા -તાલુકા પંચાયતો તથા નગર પાલિકાઓની ચૂંટણીઓ પતિ ગયા પછીથી એકાએક દિવસે દિવસે કોરોનાના કેસોમાં વધારો થતા તંત્ર ચિંતિત બન્યું છે. જેને લઈને પાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી પાલિકા દ્વારા વિવિધ ટીમોને પુનઃ સક્રિય કરી દેવામાં આવી છે. ઘોડા છૂટી ગયા પછીથી તબેલાને તાળું મારવા નીકળેલા તંત્ર સામે વેપારીઓમાં ઉગ્ર રોષ વ્યાપી રહ્યો છે. કરે કોઈ અને ભારે કોઈ જેવી સ્થિતિ સર્જાતા ઠેર ઠેર પાલિકાની ટીમો સાથે વેપારીઓના ઘર્ષણના બનાવો વધી રહયાનું પણ જાણવા મળ્યું છે. કેટલાક વેપારીઓં તો નેતાઓએ એકત્ર કરેલ ભીડના ફોટો બતાવીને તેઓ સામે પહેલા કાર્યવાહી કરો, એ પછીથી અમારી પાસે આવો.એવું રોકડું પરખાવી દેતા અધિકારીઓ માટે કાપો તો લોહી ના નીકળે જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. બીજી તરફ વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાંથી રોજનો એક હજાર ટન ધન કચરાનો નિકાલ કરવામાં આવે છે.તેમ છતાં શહેરમાં ઠેરઠેર ગંદકીના ઢગ જાેવા મળી રહયા છે. ગંદકીની બાબતમાં સ્થિતિમાં કોઈ સુધાર જાેવા મળતો નથી.બલ્કે જૈસે થે જેવી સ્થિતિ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. શહેરનો એકપણ વિસ્તાર એવો નથી જ્યાના નાગરિકો દ્વારા ગંદકી બાબતે ફરિયાદ ન હોય તેમ છતાં પાલિકા દ્વારા સ્વચ્છતાની બાબતમાં સારી કામગીરીની દુહાઈ ગવાઈ રહી છે. એને શહેરીજનો દ્વારા આંખમાં ધૂળ નાખવા બરાબર ગણાવી છે. વડોદરા મહાનગર પાલિકાના ડોર ટુ ડોરના ૩૧૧ વાહનો અને ૧૧૮ ઓપન સ્પોટ વ્હિકલ દ્વારા સાફ સફાઇ કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ ૧,૦૪૦ સ્થળોએ સાફ-સફાઇ કરી ૧,૦૯૬ મે.ટન ધન કચરાને એકત્રીત કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. મહાનગર પાલિકાના ચારેય ઝોનમાં સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૫૩૦ કિલો મેલેથિયોન અને ૩,૨૮૦ કિલો ચૂનાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમો દ્વારા સમગ્ર દિવસ દરમ્યાન પેટ્રોલીંગ કરી નાગરિકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગનો હેતુ જળવાઇ તે બાબતની સમીક્ષા કરી તેનો અમલ ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી

રહી છે.