વડોદરા, તા.૨૨

ભૂતડીઝાંપા વિસ્તારમાં મણિયાર મહોલ્લામાં રહેતી એક કોમની બે મહિલાઓ વચ્ચે પાણી ભરતી વેળાએ પાણીના છાંટા ઉડવાની નજીવી બાબતે થયેલી બોલા-ચાલીને અદાવતે આજે તક મળતાં રોષે ભરાયેલી મહિલાએ પાડોશી મહિલા ઉપર ચાકુ વડે હુમલો કરી છાતી અને ગળાની વચ્ચે તથા પીઠ પાછળ ચાકુના ઘા મારી દેતાં પાડોશી મહિલા ધાયલ થઈ હતી. તેનીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબો મૃત જાહેર હોવાનો બનાવ બનવા પામ્યો હતો.

ભૂતડીઝાંપા વિસ્તારમાં આવેલા મણિયાર મહોલ્લામાં નિનાજબાનુ સલમાન શેખ ઉ.વ.૨૨ તેના પરિવાર સાથે રહેતી હતી. તેની પાડોશમાં સમીના રીફાયત ઉફે લાલુ સાથે ઘર નજીક આવેલ પાણીના નળમાં પાણીનાં છાંટા ઉડવા બાબતે સમીના તથા નિનાજબાનુ વચ્ચે બોલા ચાલી સાથે ઝઘડો થયો હતો. બપોરે નીનાજબાનુ તેના છોકરાને લઈને બાથરૂમમાં આવી હતી. જયાં તે છોકરાને પાણીથી નવડાવતી હતી તે વખતે સમીનાબાનુએ તકનો લાભ લઈને પાડોશી નિનાજબાનુ પર ચાકુથી હુમલો કર્યો હતો. આ બનાવ માં અન્ય વ્યકિતએ નિનાજને પકડી રાખવામાં આવતા સમીનાએ નિનાજબાનુ ઉપર ચાકુ વડે ગળા અને છાતીની વચ્ચે તથા પીઠના ભાગે ચાકુના ઘા મારી દીધા હતા જેમાં તેણી ગંભીર રીતે ધવાય જતાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.જયાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતાં હોવાનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવની તબીબે કારેલીબાગ પોલસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હત્યાનો ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.