કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગ પર જીએસટી ના પાંચ ટકાથી વધારીને ૧૨% નો અધધ વધારો નાખતા આ વધારો કાપડના વેપારીઓને અસહ્ય થઈ પડતાં શહેરની કાપડ ઉદ્યોગની ધોરીનસ કહેવાતી મસ્કતી માર્કેટ સહિત ૨૫ નાના-મોટા કાપડ ઉદ્યોગની માર્કેટ હોય ૧૨% જી.એસ.ટી ના વિરોધમાં સજ્જડ બંધ પાળ્યો હતો કોરોના મહામારી દરમિયાન ધંધો પડી ભાંગ્યો હતો તેમાંથી માંડ બહાર આવી વેપાર-ધંધાની ગાડી ફરીથી પાટે ચડાવવાનો ભગીરથ પ્રયાસ કરતા વેપારી ને માથે ૧૨% જી.એસ.ટી નો માર પડતા શહેરના કાપડ ઉદ્યોગની ધોરી નસ કહેવાતી મસ્કતી માર્કેટના વેપારીઓએ નછૂટકે જીએસટીના મુદ્દે સરકાર સામે વિરોધનું રણશિંગુ ફુક્યું છે જીએસટી મુદ્દે વેપારીઓએ અનેકવાર સરકારને વિનંતી કરવા છતાં સરકારે કોઇ દાદ ન આપતા છે માટે વેપારીઓ એ અંધારપટ નો પ્રોગ્રામ આપી રસ્તા પર ઉતરી આવ્યા હતા છતાં સરકારના પેટનું પાણી ન હાલતા છેવટે મસ્કતી માર્કેટના તમામ વેપારીઓએ તાળાબંધી નો કાર્યક્રમ આપ્યો હતો સમગ્ર મસ્કતી માર્કેટ એ સજ્જડ બંધ પાળી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો આ વિરોધમાં ૨૫ કાપડ ઉદ્યોગની માર્કેટ પણ જાેડાઈ હતી.