વડોદરા : ઝારખંડના રાંચી શહેરમાં રહેતી અને વાઘોડિયા સ્થિત પારૂલ યુનિ.માં અભ્યાસ કરી ચુકેલી ૨૨ વર્ષિય યુવતી તેના કોલેજ મિત્રોને મળવા સયાજીગંજ વિસ્તારમાં આવેલ હોટલ અદિતીમાં રોકાયા બાદ રહસ્યમય સંજાેગોમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આપઘાતના બનાવની હોટલ મેનેજરે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ચકચારી આપઘાતના બનાવની પોલીસ સુત્રોમાંથી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ઝારખંડના રાંચી શહેરમાં સોનમકુમાર સિંગ (ઉ.૨૨) રહેતી હતી. તેણી વાઘોડિયા સ્થિત પારૂલ યુનિ.માં અભ્યાસ કરતી હતી. અભ્યાસ બાદ તેણી રાંચી ગઇ હતી. તેણી આજે અજ્ઞાત કારણોસર વડોદરા આવી હતી. અને સયાજીગંજ વિસ્તારમાં આવેલ હોટલ અદિતી ખાતે રૂમ નં.૨૦૨માં રોકાય હતી. અને તેના કોલેજ મિત્રોને મળવા માટે હોટલ પર બોલાવ્યા હતાં. દરમિયાન સોનમકુમારએ ભેદી સંજાેગોમાં રૂમ નં.૨૦૨માં સિલિંગના હુંક સાથે ઓઢણી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બપોર બાદ તેણીના કેટલાક મિત્રો હોટલ ખાતે મળવા માટે આવ્યા હતાં. પરંતુ રૂમની અંદરથી કોઇ રીસ્પોન્સ ન મળતાં મોબાઇલ ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સોનમકુમારીએ મોબાઇલફોન પણ રીસીવ કર્યો ન હતો. જેથી મળવા આવેલા મિત્રોએ હોટલના મેનેજર તથા રીસેપ્શન કાઉન્ટર પર જાણ કરવામાં આવી હતી. હોટલ મેનેજર તેમના સ્ટાફ કર્મચારીઓ સાથે રૂમ નં.૨૦૨ જ્યાં સોનમકુમારી રોકાયા હતાં ત્યાં પહોંચ્યા હતાં. તેમને પણ રૂમનો દરવાજાે ખટખટાવ્યો હતો. જે ન ખુલતાં રૂમની બીજી ચાવી વડે દરવાજાે ખોલતાં સોનમકુમાર ગળેફાંસો ખાધેલી હાલતમાં રૂમમાં મૃત હાલતમાં લટકતી જાેવા મળી હતી.

સોનમકુમારીના આપઘાતથી હોટલ મેનેજર, હોટલ સ્ટાફ તથા મળવા આવેલા મિત્રો ચોંકી ઉઠ્યા હતાં. અને આપઘાતના બનાવની જાણ સયાજીગંજ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ બનાવ સ્થળે પહોંચી રૂમની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસને સોનમકુમારીના મળી આવેલ આધાર કાર્ડના આધારે તેના પરિવારજનોને આપઘાતની જાણ કરવામાં આવી હતી. જેથી સોનમકુમારીના પરિવારજનો અત્રે આવવા નિકળ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

હું મારી લાઈફથી કંટાળી ગઈ છું...

વડોદરા શહેરની સયાજીગંજ વિસ્તારની હોટલમાં આપઘાત કરનાર રાંચીની યુવતીએ તેના માતા-પિતાને સંબોધીને ઇંગ્લીશ શબ્દો પરંતુ હિન્દીમાં અંંતમ ચીઠ્ઠી લખી લખેલી પોલીસને મળી આવી હતી. જેમાં તેણીએ માતા-પિતાને સોરી કહીને તમે મને જીંદગીમાં ખુશી આપી છે પરંતુ હું તમને કશું આપી શકી નતી. હું મારી લાઇફથી કંટાળી ગઇ છું અને તમારાથી દૂર જઇને જીંદગી ટુંકવી નાખી છે મને માફ કરજાે તેવી યુવતીએ પોતાની હૃદય વેદના ચિઠ્ઠીમાં ઠાલવી હતી.

આપઘાત માટે પસંદગીનું સ્થળ અદિતી હોટલ

સયાજીગંજ વિસ્તારમાં આવેલ બહુચર્ચિત અદિતી હોટલમાં આજે વધુ એક યુવતીએ આપઘાત કર્યાનો બનાવ બન્યો હતો. અલબત્ત જીંદગીથી હારેલા અને સમસ્યાઓથી ઘેરાયેલા વ્યક્તિઓ આપઘાત કરવા માટેનું પસંદગીનુ સ્થાન બન્યું છે તો અદિતી હોટલને જ કેમ પસંદ કરવામાં આવે છે આ એક ચર્ચાનો વિષય બન્યો છે.

તાજેતરમાં થોડા સમય અગાઉ અમદાવાદના બિલ્ડર, એ કોઇ કારણોસરે કંપનીના મેનેજરે આપઘાત કર્યો હતો. તદ્‌ ઉપરાંત રેપના પણ બનાવો આ હોટલમાં બની ચૂક્યા છે.