ઢોંસા ખાનાર વિમલ પ્રજાપતિની બાળકીઓના મોતનું રહસ્ય ઘેરાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026  |   2079

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાના કારણે બે બાળકીના મોત બાદ તપાસનો ધમધમાટ ઝડપી કરી દેવામાં આવ્યો છે. મૃતદેહ બહાર કઢાયા બાદ મૃતક બાળકીઓના ઘરમાંથી હ્લજીન્એ રજેરજની માહિતી એકત્રિત કરી હતી. ઘરનો સામાન તપાસ્ટો હતો તેમજ ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ તપાસ માટે પોતાની પાસે લીધી હતી. આ ઉપરાંત માતા-પિતાના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. જ્યારે ડોક્ટરે પોલીસને બાળકીના ફીડીંગ અંગે આપેલી હકીકતથી સમગ્ર કેસમાં નવો વળાંક પણ આવી શકે છે. ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં ૩ મહિનાની રાહા અને ૪ વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર હ્લજીન્ની ટીમે સેમ્પલ લીધા હતા. આ મામલે ન્ ડિવિઝન છઝ્રઁ ડી.વી રાણાએ આપેલી માહિતી અનુસાર બાળકીઓના મૃતદેહ બહાર કાઢીને પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. ઘનશ્યામ ડેરીમાંથી બીજા ગ્રાહકોએ ખીરું ખરીદી હોય તેમનો સંપર્ક કરી તેમનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. ડેરીમાંથી ખીરૂ ખરીદરનાર અન્ય ગ્રાહકોને ફૂડ પોઈઝિંગ થયું નથી. જેથી વિમલ પ્રજાપતિની બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution