રાજકોટ-

રાજકોટ રૂરલ પોલીસ દ્વારા આજે સફળતાપૂર્વક શહેરમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ ચલાવતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડવામાં આવી છે. ગુજરાત,મહારાષ્ટ્ર કર્ણાટક અને રાજસ્થાન અલગ-અલગ રાજ્યોમાં બેંક-પેઢીની બહાર રેકી કરી લોકોનું ધ્યાન ભટકાવવાની અને લૂંટ કરવાની તેની મોડેસ ઓપરેન્ડી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ગેંગે કુલ 11 ચોરીમાં 45 લાખની લોટ કર્યાનું ખુલ્યું છે. પોલીસ દ્વારા ગેંગના સગીર વયના આરોપી સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ જણાવ્યું હતું કે 2020ના અંતમાં શાપર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.જેના આધારે તપાસ હાથ ધરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. રાજકોટ રૂરલ પોલીસે ઝડપી પાડેલા ચાર આરોપીઓમાં લાલો ઉર્ફે સુનિલ ઐયર, હરીશ ઉર્ફે અરીશ નાયડુ, ગોપી લક્ષ્‍મણા નાયડુ અને એક સગીર વયના આરોપીનો સમાવેશ થાય છે.આચાર્ય સાથે મળી 2020ના અંતમાં શાપર વેરાવળ વિસ્તારમાં ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હતો ફરી એક વખત રાજકોટ વિસ્તારમાં સક્રિય થવા જઈ રહ્યા હતા ત્યારે વોચ ગોઠવતા પોલીસ દ્વારા રંગેહાથ ઝડપાઇ ગયા હતાઆ ચારેય આરોપીઓ સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ અને જયપુરમાં પણ ચોરીને અંજામ આપી ચૂક્યા છે.ચાર આરોપી પૈકી એક આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચારેય આરોપીઓ ટાર્ગેટ કરતા હોવાનું પણ ખૂલ્યું છે.