ગાંધીનગર-

ગુજરાતમાં આજ રાતથી લઘુત્તમ તાપમાન ગગડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતથી આગળ વધતા ઠંડીનું પ્રમાણ વધશે. ૩ દિવસ કડકડતી ઠંડી પડવાની હવામાનની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ૨૫ ડિસેમ્બર બાદ ઠંડી વધવાની સંભાવવાના સેવવામાં આવી છે. આગામી ૨૪ કલાકમાં નલિયામાં શીતલહેર રહેશે. ૭ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહેશે. ખાસ કરીને રાજ્યભરમાં ૨૮ અને ૨૯ ડિસેમ્બરે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જાેરદાર રહેવાની સંભાવના છે. ૧૧ શહેરોમાં તાપમાન ૧૩ ડિગ્રીથી નીચે જશે. ગાંધીનગરમાં ૮.૫ ડિગ્રી તાપમાન છે. આગાહી પ્રમાણે, ઠંડીનો પારો નલિયા, ડીસા, સુરેન્દ્રનગરમાં નીચે ઉતરી શકે છે.

રાજ્યના તાપમાનમાં આગામી બે દિવસ સુધી કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ ત્યારબાદ ૨૫ ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે. જ્યારે આગામી ૪૮ કલાક દરમિયાન કોલ્ડવેવની કોઈ જ આગાહી નથી. નલિયામાં પણ કોલ્ડવેવની આગાહી પરત લેવાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઠંડીનુ પ્રમાણ યથાવત રહ્યું છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ૨.૩ ડિગ્રી ગગડ્યો હતો. જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીનો પારો અડધાથી લઈને એક ડિગ્રી સુધી ઉચકાયો હતો. ગુજરાતમા મંગળવારે સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં ઠંડીનો પારો ૮.૮ ડિગ્રીએ અટક્યો હતો. અમદાવાદમાં એક જ દિવસમમાં ગગડેલા ૨.૩ ડીગ્રીને કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. વર્તમાન શિયાળા ઋુતુમાં અમદાવાદમાં નોંધાયેલ ઠંડીનુ પ્રમાણ સૌથી ઔછુ છે.

રાજકોટ સહિત સૈારાષ્ટ્ર-કચ્છમાં આજે તાપમાન બે-ત્રણ ડીગ્રી નીચે સરકી ગયા બાદ પણ ઠારનો પ્રકોપ યથાવત રહ્યો હતો કાતીલ પવનના કારણે વાતાવરણ ટાઢુબોળ રહ્યું છે આવતીકાલથી ૪૮ કલાક સુધી કચ્છમાં કોલ્ડવેવ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ આજે પણ સૈારાષ્ટ્રનું સૈાથી ઠંડુ નગર રહ્યું હતું. આજે શહેરનું તાપમાન ૧૧.૨ ડીગ્રી નોંધાયું છે. ૧૨ કીમીની ઝડપે પવન ફૂંકાતા શહેરીજનો ઠંડીમાં ઠીંગરાયા હતાં.

છેલ્લા બે દિવસથી પારો ૧૦.૧ ડીગ્રીએ સ્થિર થઈ ગયો છે આજે શહેરમાં સવારે ૬૪ ટકા ભેજ રહ્યો હતો શહેરમાં દિવસભર ટાઢોડું રહેતા લોકો ધરમાં પુરાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ તાપમાન બે ડીગ્રી સુધી નીચું સરકી ગયું હતું. કેશોદ અને મહુવામાં ધુમ્મસ છવાયું હતું. તેના કારણે વાહનચાલકોને સવારમાં વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. કેશોદમાં ૧૧.૨, અમરેલીમાં ૧૨.૦, મહુવામાં ૧૨.૧, સુરેન્દ્રનગરમાં ૧૩.૦, ભાવનગરમાં ૧૩.૪, પોરબંદરમાં ૧૪.૦, દિવમાં ૧૪.૫, દ્રારકામાં ૧૬.૩, વેરાવળમાં ૧૭.૩, ઓખામાં ૧૯.૨ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.