એસઆઈઆરનાં જારી નવા લિસ્ટમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026  |   1980

એસઆઈઆરનાં નવા લિસ્ટમાં કેટલાક મતદારોનાં નામ ગાયબ થઈ જતા ઉમેદવારોમાં હતાશા જાેવા મળી હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામને લઈને બેઠકો કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સહપ્રભારી બી. વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની સાથે બેઠક મળી હતી. જેમાં નિર્વિવાદિત ઉમેદવારના નામ પર ચર્ચા કરી તેની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. મોટાભાગે આ યાદીમાં એવી બેઠક અને ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જેને લઈને કોઈ વિવાદ સર્જાય નહીં, પરંતુ તેમ છતાં એક-બે બેઠક પર સ્થાનિક કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કરી ઉમેદવાર બદલવા માગ કરી હતી. જેને શાંત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે કોંગ્રેસની પહેલી યાદીમાં કોર્પોરેશનની ચૂંટણી માટે ૩૨ વોર્ડમાં ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હતી. ૧૨ વોર્ડમાં કુલ ૯૨ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. ૩ ઉમેદવારોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. માહિતી મુજબ, નવરંગપુરા, ચાંદલોડિયા, ઈન્દ્રપુરી વોર્ડના નામ યાદીમાંથી ગાયબ થઈ જતા ઉમેદવારોમાં ખુશી રોષમાં ફેરવાઈ હતી. આ ૩ ઉમેદવારો હવે ચૂંટણી નહીં લડી શકે તેમજ વોટિંગ પણ નહીં કરી શકે. એક મતદારે જણાવ્યું કે તેમનું નામ વિધાનસભાની યાદીમાં છે પણ મહાનગરપાલિકાની યાદીમાં નથી. પાર્ટીએ ટિકિટ આપી તો પણ ચૂંટણી લડી નહીં શકીએ. માહિતી મુજબ ઉમેદવારો હવે યાદીમાં નામનો સમાવેશ કરવા કોર્ટનાં પગથિયા ચડશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution