નેતન્યાહૂ ભેટી પડ્યાં, મોદી માટે પ્રોટોકોલ તોડ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, ફેબ્રુઆરી 2026  |   2475


તેલ અવીવ, નવ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના બે દિવસીય પ્રવાસ માટે તેલ અવીવ પહોંચી ગયા છે. ઈઝરાયલ વડાપ્રધાન નેતન્યાહૂએ પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર પીએમ મોદીનું ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ ભારતના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ઇઝરાયલની યાત્રા પર નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઈટ લોકેશન દુનિયામાં સૌથી વધારે સર્ચ થઈ હતી. દુનિયાભરના વિમાનોની અવર જવર પર દેખરેખ રાખતા ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લાઈટ રડાર પર સૌથી વધુ એર ઈન્ડિયા વનને ટ્રેક કરવામાં આવ્યું હતું.

છેલ્લા ૯ વર્ષમાં પીએમ મોદીની આ બીજી મુલાકાત છે. વર્ષ ૨૦૧૭માં તેમની મુલાકાત બાદ ભારત અને ઈઝરાયલના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેરવાયા હતા. જાેકે, વર્તમાન યુદ્ધની સ્થિતિ વચ્ચે આ મુલાકાત રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વની છે.

ઈઝારયલી કોન્સ્યુલેટ જનરલના જણાવ્યા મુજબ, ‘બંને દેશો વચ્ચે હથિયારોની ખરીદી-વેચાણ માટે સમજૂતી થવાની સાથે આર્ત્મનિભર ભારતની પહેલ હેઠળ ભારતમાં જ સિસ્ટમનું નિર્માણ થાય તે પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ઈઝરાયલ બંને દેશોની સમજૂતીને તે બાબતો સુધી લઈ જવા માંગે છે, જેમાં ભારતમાં મેન્યુફેક્ચરીંગ અને આયરન ડોમ જેવી ટેકનીક સામેલ છે. બંને દેશો સમાન પડકારોનો સામનો કરી રહ્યા છે. ઈઝરાયલ પોતાની સંરક્ષણ સિસ્ટમની ટેકનીક ભારતને શેર કરવા માટે તૈયાર છે, કારણ કે ભારત એક મજબૂત અને વિશ્વાસુ વ્યૂહાત્મક ભાગીદાર છે.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન આ સમજૂતીનો વિસ્તાર વધારવાની યોજના પર કામ ચાલી રહ્યું છે, જેથી કીને બંને દેશો વચ્ચે કેટલીક મુખ્ય બાબતોમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી શકાય. આ વિશેષ બાબતોમાં ભારતમાં મેન્યુફેક્ચરીંગ, સંરક્ષણ ભાગીદારી, આયરન ડોમ તથા ઈઝરાયલની સંરક્ષણ સિસ્ટમોમાં સહયોગ સામેલ છે. ઈઝરાયલ પોતાની સંરક્ષણ ટેકનીકલ પોતાના ભાગીદારને શેર કરી શકે છે.’

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution