નેતન્યાહુના મોટા પુત્ર યૈયરને માંગવી પડિ ભારતાના હિન્દુ સામે માફી
28, જુલાઈ 2020 2079   |  

જેરુસલેમ-

ઇઝરાઇલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના મોટા પુત્ર યૈયરે હિન્દુઓની માફી માંગી છે. ઇઝરાઇલના વડા પ્રધાનના પુત્રએ તેમની "અપમાનજનક" ટ્વીટને કારણે આ માફી માંગવી પડી. આ ટ્વીટ માટે કેટલાક ભારતીયોએ તેમની ટીકા કરી હતી. રવિવારે યાયરે ટ્વિટર પર હિન્દુ દેવી દુર્ગાની તસવીર ટ્વીટ કરી હતી. આ તસવીરમાં, દેવી દુર્ગાના ચહેરાની જગ્યા લિયૂટ બેન એરીએ લીધી હતી. એરી બેન્જામિન નેતન્યાહહૂ પર ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસમાં ફરિયાદી છે. 29 વર્ષીય યાયર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તે ઘણીવાર તેના પિતાની નીતિઓનો બચાવ કરતી જોવા મળે છે. આ તસવીરને ટ્વિટ કર્યા પછી લોકોએ વાંધા ઉઠાવ્યા છે. જે બાદ નેતન્યાહૂના પુત્રએ ટ્વીટ ડિલીટ કરતી વખતે માફી માંગી.

ઇઝરાઇલી વડા પ્રધાનના પુત્રએ એક ટ્વિટમાં લખ્યું છે, "મેં એક પેજ પરથી મીમ ટ્વીટ કર્યું હતું જે ઇઝરાયલી સેલિબ્રિટીની ટીકા કરતું હતું. મને ખબર નહોતી કે આ મીમ હિન્દુઓની આસ્થાનું ચિત્ર છે.મારા ભારતીય મિત્રોના પ્રતિસાદ પછી મને આ વિશે ખબર પડી. મેં આ ટ્વીટ કાઢી કે તરત જ તેના વિશે જાણ થતાં જ હું માફી માંગું છું. "

નેતન્યાહહુના પુત્રના આ ટ્વીટ પર ટ્વિટર વપરાશકર્તાઓના મત જુદા છે. આ અપમાનજનક ટ્વિટ માટે કેટલાક ભારતીયોએ તેમની આકરી ટીકા કરી છે, જ્યારે અન્ય લોકોએ હિન્દુ ધર્મ વિશે વધારે જ્ઞાન નહોવાના કારણે તેથી આવુ બન્યુ છે. ઇઝરાઇલના કેટલાક લોકોએ પોતાની ભૂલ સ્વીકારવાની અને માફી માંગવાની હિંમત બતાવવા બદલ યૈરની પ્રશંસા કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution