ગાંધીનગર-

ગુજરાતમાં વિજય રૂપાણીએ રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા હતા. જે બાદ આખી ગુજરાત સરકારનાં મંત્રીઓમાં ફેરફાર કરી દેવામાં આવતા રાજકીય ભૂકંપ આવી ગયાની સ્થિતિ સર્જાઇ છે. જોકે, રિસામણા-મનામણા સાથે ગુરૂવારે બપોરે ગુજરાતની નવી કેબિનેટ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિની પહેલીવારમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાધવજી પટેલે શપથ લીધા છે. આ તમામમાં પૂર્ણેશ મોદીનું નામ ચર્ચામાં ક્યારેય આવ્યું ન હતું. તેઓ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં ભૂપેન્દ્ર પટેલ સહિત અત્યાર સુધીના લિસ્ટ પ્રમાણે 7 પાટીદારનો સમાવેશ થાય છે. આ પટેલ નેતાઓમાં ઋષિકેશ પટેલ, વીનુ મોરડીયા, અરવિંદ રૈયાણી, રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા, જીતુ વાઘાણી, અને ખુદ ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.


ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રી :

રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા

રાઘવજી પટેલ,MLA, જામનગર ગ્રામ્ય

જીતુ વાઘાણી, MLA, ભાવનગર પશ્ચિમ

ઋષિકેશ પટેલ,MLA, વિસનગર

પૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્ચિમ

નરેશ પટેલ, MLA, ગણદેવી

પ્રદિપ પરમાર, MLA, અસારવા

અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ

કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી

કનુ દેસાઇ, MLA, પારડી 


રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી, MLA, મજૂરા

જીતુ ચૌધરી, MLA, કપરાડા

જગદીશ પંચાલ, MLA, નિકોલ

મનીષા વકીલ, MLA, વડોદરા શહેર

બ્રિજેશ મેરજા, MLA, મોરબી


રાજ્યકક્ષાનાં મંત્રી

કુબેર ડિંડોર, MLA, સંતરામપુર

નિમિષા સુથાર, MLA, મોરવાહડફ

કુબેર ડિંડોર, MLA, સંતરામપુર

અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ

કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ

વિનુ મોરડિયા, MLA, કતારગામ

દેવાભાઈ મલમ, MLA, કેશોદ

ગજેન્દ્ર સિંહ પરમાર,MLA, પ્રાંતીજ

આર.સી મકવાણા, MLA, મહુવા