13 જુલાઇથી જોવા મળશે ટીવી સિરીયલના નવા એપિસોડ!

છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉનને કારણે ટીવી સીરિયલનાં નવાં એપિસોડ આવવાનાં બંધ હતાં. પણ હવે ટીવી સિરીયલનું શૂટિંગ શરૂ થઇ ગયુ છે અને ફરી એક વખત તે તેનાં પસંદીદા શોઝ જોઇ શકશે.છેલ્લા 3 મહિનાઓથી દેશ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉનને કારણે ટીવી સીરિયલનાં નવાં એપિસોડ આવવાનાં બંધ હતાં. પણ હવે ટીવી સિરીયલનું શૂટિંગ શરૂ થઇ ગયુ છે અને ફરી એક વખત તે તેનાં પસંદીદા સિરિયલ જોઇ શકશે.

13 જુલાઇથી ટીવી શોનાં નવાં એપિસોડ શરૂ થઇ રહ્યાં છે. ટીવીનાં મોસ્ટ પોપ્યુલર શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈનું શૂટિંગ શરૂ થઇ ગયુ છે હાલમાં જ તેનો પ્રોમો સામે આવ્યો. જેમાં નાયરા ડબલ રોલમાં નજર આવે છે. આ શોનાં નવાં એપિસોડ 13 જુલાઇ રાત્રે 9.30 વાગ્યે ટેલિકાસ્ટ થશે.કસોટી જિંદગી કે 2- શોમાં નવો ટ્વિસ્ટ જોવા મળશે. ઘણી બધી સ્ટાર કાસ્ટ પણ રિપ્લેસ થઇ છે. 13 જૂલાઇ રાત્રે 8 વાગ્યાથી નવાં એપિસોડ જોવા મળશે. 

યે રિશ્તે હૈ પ્યાર કે સ્ટાર પ્લસનાં આ શોનાં પણ નવાં એપિસોડ 13 જૂલાઇથી જ શરૂ થઇ રહ્યાં છે. આ શો રાત્રે 9 વાગ્યે જોવા મળશે. અનુપમા- 13 જુલાઇથી સ્ટાર પ્લસ પર નવો શો શરૂ થશે અનુપમા જેમાં રુપાલી ગાંગુલી જોવા મળશે.

આ શોમાં અનુપમાની કહાની બતાવવામાં આવશે જે સૌનો ખ્યાલ રાખે છે પણ તેની ખુશીનો ખ્યાલ કોઇ નથી રાખતું.આ ઉપરાંત યે હૈ ચાહતે આ શોનો પણ નવો પ્રોમો રિલીઝ થઇ ગયોછે. શું રુદ્રાક્ષને તેનાં અને સારાંશનાં સંબંધની જવાબદારીનું ભાન થશે? 13 જુલાઇ રાત્રે 10.30 વાગ્યે આ શો જોવા મળશે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution