વડોદરા, તા ૧૩

રાષ્ટ્રીય ઘોરીમાર્ગ ૪૮ પર પોર પાસે તાજેતર માજ નિર્માણધીન બ્રિજનો કેટલોક ભાગ અચાનક બેસી જઇને તુટી પડતા તંત્રની ભષ્ટ્રાચારની પોલ ખુલી ગઇ છે. બ્રિજ તૂટી પડતા બ્રિજ નીચે આવેલ ૬ મકાનો દબાઇ ગયા હતા, જાે કે સદભાગ્યે પાણી ભરાય જવાનાં કારણે મકાનો નાં સ્થાનિક લોકો ને સલામત સ્થળે ખસી ગયા હોવાથી મોટી દુર્ઘટના સર્જાતી ટળી હતી અને સાથે જાનહાનિ થઇ નથી.

ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે દેવડેમમાંથી ૨૪૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે અને આ પાણીની આવક જીલ્લાનાં પોર પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં થતા ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે, અને પોર ગામ પાસે આવેલ એકસટેન્શન બ્રિજ નીચે પાણી જવાથી ત્યાંનાં સ્થાનિક લોકો ને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. અને પોર પાસેનાં આ બ્રિજ પર મોટી તિરાડો પડી ગઇ હતી, અને બ્રિજ ભયજનક બની ગયો હતો. સ્થાનિકો લોકો સહિત બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો પણ ભય અનુભવતા હતા. આજે અચાનક બ્રિજ તૂટી પડયો હતો અને એ સાથે જ તંત્ર ની બ્રિજ બનાવવા માં થયેલ ભષ્ટ્રાચારની પોલ ખુલી ગઇ હતી.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પોર પાસે આવેલ આ બ્રિજ સતત વાહનો થી ધમધમતો છે અને પેહલા વરસાદે જ બ્રિજ પર મોટી તિરાડો પડી ગઇ હતી. તેમ છતા પણ વહીવટીતંત્રએ આ તિરાડો પ્રત્યે ગંભીરતા દાખવી ન હતી. અને જાણે કોઇ મોટી દુર્ઘટનાની રાહ જાેતા હોય એમ બ્રિજ પર પડેલ તિરાડો પ્રત્યે નિષ્કાળજી રાખી હતી. હવે જયારે બ્રિજનો એક ભાગ તુટી બેસી ગયો છે અને તેની જર્જરીતતા જાેવા મળી રહી છે ત્યારે કરોડો રૂપિયા ખર્ચી નિર્માણ થયેલ આ બ્રિજની ગુણવત્તા માટે જવાબદારો સામે તંત્ર જવાબદારી સ્વિકારશે કે કેમ તે પણ એક સવાલ છે. અને આગળ શું કાર્યવાહી કરે છે તે પણ મહત્વનું બની રહેશે.