૨૦૨૦માં અનેક ખગોળીય ઘટના જોવા મળી છે.આ વર્ષે ૬ ગ્રહણન યોગ સર્જાયા છે આ મહિનાની 5 તારીખના રોજ ચંદ્ર ગ્રહણ સર્જાયુ હતુ હવે ૨૧ તારીખના રોજ સુર્ય ગ્રહણ અને 5 જુલાઇના રોજ ચંદ્ર ગ્રહણ સર્જાશે.જ્યોતીષ શાસ્ત્રની અનુસાર એક જ મહિનામાં ગ્રહણ ગંભીર બાબત છે, દુનિયા માટે તે ખતરનાક સાબિત થઇ શકે છે.આ ગ્રહોણોની વચ્ચે 25 જૂનના રોજ શુક્ર અને 29 જૂનના રોજ ગુરુ ગ્રહ માર્ગી થશે. 2 ગ્રહ માર્ગી થવાના કારણે તેની અસર ખાડે પડેલા ભારતીય અર્થતંત્ર પર ઘણી રાહત પહોંચાડી શકે છે. બંને ગ્રહો માર્ગી થવાથી આવનારા સમયમાં કોરાના નામની મહામારીની વિકટ પરિસ્થિતિમાં  થોડો ઘણો સુધારો જોવા મળશે.ઉલ્લેખનિય છે કે, જ્યોતિષોના અનુસાર માનવામાં આવે તો 30 દિવસના સમયમાં ત્રણ ગ્રહણ થવાનો સંયોગ હજારો વર્ષો બાદ બની રહ્યો છે. જેના કારણે સૃષ્ટિ ઉપર વિશ્વ યુદ્ધ, મહામારી અને પ્રકૃતિક આપદા જેવી ઘટનાઓ જોવા મળી શકે છે.