વડોદરા, તા.૧૫

વડોદરા શહેરમાં આજે વહેલી સવારે વરસાદનું ઝાપટું પડતાં શહેરના રાજમાર્ગો ભીના થઇ ગયા હતા. જેથી વહેલી સવારે નોકરી ઉપર તેમજ કોલેજ જતી બે વિદ્યાર્થીનીઓ સહિત પાંચથી સાત વ્યક્તિના ટુ વ્હીલર વાહનો સ્લીપ મારી જતા ઈજા પામ્યા હતા. આ તમામને સારવાર અર્થે પોલીસ વાન તથા ૧૦૮ દ્વારાસયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

 સમગ્ર ગુજરાતમાં અને શહેરમાં ચોમાસા ના ભણકારા વાગી રહ્યા છે તેવા સમયે આજે વહેલી સવારે વડોદરા શહેરમાં મેઘરાજાએ એન્ટ્રી કરી જાેરદાર વરસાદનું ઝાપટુ વરસતા શહેરના રાજમાર્ગો ભીના થઇ ગયા હતા. બીજી તરફ રૂટિન પ્રમાણે નોકરી ઉપર તેમજ કોલેજ તથા અન્ય કામ અર્થે જતાં ટુ વ્હીલર વાહનચાલકોને રાજમાર્ગો પર ડામર ને કારણે રોડ ઉપર ચીકાસને પઞલે પ્રથમ વરસાદમાં સંખ્યાબંધ ટુવિલર વાહનચાલકો ના વાહનો સ્લીપ મારી ગયા હતા જેથી તેઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ મંગલા ગ્રીન સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષીય સરવરી કુલકર્ણી, તથા તેની મિત્ર સંજના શ્યામલાલ શર્મા ઉંમર વર્ષ ૧૯ રહેવાસી તરસાલી વ્રજ ધારા સોસાયટી આ બંને વિદ્યાર્થીનીઓ મેડિકલ કોલેજમાં ફિઝિયો થેરાપીમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહી છે જેથી આ બંને વિદ્યાર્થીઓનો આજે વહેલી સવારે પ્લેઝર ઉપર આવી રહી હતી તે વખતે પોલીસ ભવન ની સામે સેન્ટ્રલ જેલના મેન ગેટ પાસે તેમની પ્લેઝર વરસાદને કારણે સ્લીપ મારી જતા આ બંને વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી તેમને પોલીસ દ્વારા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

      અન્ય એક બીજા બનાવની વિગત એવી છે કે તરસાલી બાયપાસ પર આવેલ તીર્થ એકઝોટીકા ખાતે રહેતા ૩૫ વર્ષીય શિલ્પાબેન નરેશભાઈ રાઠોડ આજે વહેલી સવારે પોતાના જાેબ પર એકટીવા લઈને જતા હતા તે વખતે પોલો ગ્રાઉન્ડ પાસે તેમની એકટીવા વરસાદને કારણે સ્લીપ મારી ગયું હતું આ બનાવમાં શિલ્પાબેન ને નાની મોટી ઈજાઓ થવા પામી હતી તેમને તેમની પાછળ જ તેમની જ કંપનીમાં નોકરી કરતા સહ કર્મચારીએ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા શિલ્પાબેન એસોસિયેટ તરીકે ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે નોકરી ઉપર જતી વખતે તેમને આ બનાવ બન્યો હોવાનું તેમને વાતચીતમાં જણાવ્યું હતું.

    અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના બુદ્ધ દેવ સોસાયટી ની સામે આવેલા સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા હરીશભાઇ કંનસે ઉ.વ ૬૨ આજે વહેલી સવારે નોકરી ઉપર જઈ રહ્યા હતા તે વખતે અકોટા રામબાગ પાસે તેમની બાઈક સ્લીપ મારી ગઈ હતી જેથી તેમને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવ્યા હતા. અન્ય બે વ્યક્તિઓને પ્રથમ વરસાદમાં તેઓના વાહન સ્લીપ મારી જતા ઇજાઓ થઇ હતી અને તેઓને પણ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. આમ ચોમાસાની ઋતુ ની શરૂઆતમાં જ પ્રથમ વરસાદમાં સંખ્યાબંધ ટુ વ્હીલર વાહન ચાલકો રાજમાર્ગ ઉપર અલગ-અલગ સ્થળોએ સ્લીપ મારી જતા ઇજાગ્રસ્ત બન્યા હતા આ બનાવ અન્ય વાહનચાલકો માટે લાલબત્તી સમાન હોવાનું ઇજાગ્રસ્તો એ જણાવ્યું હતું અને તેઓએ અન્ય વાહન ચાલકોને વરસાદમાં પોતાનું વાહન ધીમું ચલાવવા માટેની લાગણી વ્યક્ત કરી હતી.