નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, જાન્યુઆરી 2026  |   11484


આજથી ભારતીય જનતા પાર્ટીમાં નીતિન નબીન યુગની શરુઆત થઈ છે. નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદી ભાજપ હેટક્વાર્ટર સંબોધન કરતાં કહ્યું, ભાજપે શૂન્યથી લઈને શિખર સુધીની યાત્રા જાેઈ છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે ભાજપના એક સંસ્કાર છે, એક પરિવાર છે અને સભ્યપદ કરતાં સંબંધો વધુ મહત્ત્વપૂર્ણ છે. ભાજપ એક પરંપરા છે, જે પદથી નહીં, પરંતુ પ્રક્રિયાથી ચાલે છે. આપણી પાસે એક કાર્ય વ્યવસ્થા છે, જીવનભરની જવાબદારી. અહીં અધ્યક્ષ બદલાય છે, પણ આદર્શ બદલાતા નથી. નેતૃત્વ બદલાય છે, પણ દિશા બદલાતી નથી.

મોદીએ કહ્યું, “ભાજપ એક એવી પાર્ટી છે, જ્યાં લોકો વિચારી શકે છે કે મોદીજી આટલી નાની ઉંમરે મુખ્યમંત્રી કેમ બન્યા? તેઓ સરકારના વડા બન્યા. સૌથી ઉપર, હું ભાજપનો કાર્યકર છું.” પણ હું માનું છું કે નીતિન જી મારા બોસ છે, હું એક કાર્યકર છું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution