દિલ્હી-

ફેસબુક ઇન્ડિયાના વડા અજિત મોહને બુધવારે સંસદની કમિટીને કહ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીની ફેક્ટ ફાઇન્ડિંગ ટીમને બજરંગ દળ પર પ્રતિબંધની આવશ્યકતાવાળી કોઈ સામગ્રી મળી નથી. સૂત્રોએ આ માહિતી આપી હતી

મોહન બુધવારે કોંગ્રેસના નેતા શશી થરૂરની અધ્યક્ષતામાં ઇન્ફર્મેશન ટેકનોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા હતા. સમિતિએ તેમને સિવિલિ ડેટા સુરક્ષા મુદ્દે સમન્સ પાઠવ્યું હતું.મોહન સાથે ફેસબુકના પબ્લિક પોલિસી ડિરેક્ટર શિવનાથ ઠુકરાલ પણ હતા. સૂત્રોએ જણાવ્યું છે કે કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમે થરૂર સાથે મળીને મોહરને બજરંગ દળ પર પ્રતિબંધ સંબંધિત તાજેતરના વોલ સ્ટ્રીટ જર્નલ રિપોર્ટ અંગે પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રશ્નોના જવાબમાં મોહને કમિટીના સભ્યોને કહ્યું હતું કે કંપનીની ફેક્ટ ફાઇન્ડિંગ ટીમને એવું કોઈ સામગ્રી મળી નથી જેમાં બજરંગ દળ પર પ્રતિબંધની જરૂર હોય. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું છે કે બજરંગ દળ પરના પ્રતિબંધનું આંતરિક મૂલ્યાંકન છતાં, ફેસબુક તેના નાણાકીય કારણો અને તેના કર્મચારીઓની સુરક્ષાની ચિંતાને કારણે તેમાં લગામ લગાવી શક્યું નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ પૂછ્યું હતું કે જો ફેસબુકને બજરંગ દળ અંગે સોશ્યલ મીડિયા નીતિઓનું ઉલ્લંઘન મળ્યું નથી, તો ફેસબુકે વોલ સ્ટ્રીટ જર્નલ રિપોર્ટને નકારી કાઢી તેને નકલી કેમ ગણાવ્યા નહીં.