નવી દિલ્હી 

મીડિયા હાઉસ એજીઆર આઉટલીયર મીડિયા પ્રાઈવેટ લીમીટેડ અને બેનેટ કોલમેન એન્ડ કંપની લીમીટેડને સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કોઈ આપત્તિજનક કન્ટેન્ટ અપલોડ નહી કરી શકાય તેમજ ચેનલ ઉપર પણ નહી દર્શાવી શકાય. આ આદેશને દિલ્હી હાઈકોર્ટે આગળ ધપાવવાના આદેશ કર્યા છે.

જસ્ટિસ રાજીવ શકધરે સયુંત રજીસ્ટ્રાર સામે મામલામાં દસ્તાવેજોને પુરા કરવા માટે ૧૮ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન નવ નવેમ્બરનાં અંતરીમ આદેશને જારી રાખવામાં આવશે અને ૨૩ માર્ચે આ મામલે સુનાવણી કરવામાં આવશે. એવું જજે ઉમેર્યું હતું. 

દિલ્હી હાઈકોર્ટે બોલિવુડ નિર્માતાઓને જવાબ ઉપર પ્રતિક્રિયા આપવા માટે ત્રણ સપ્તાહનો સમય આપ્યો હતો. આ પહેલા બોલિવુડનાં નિર્માતાની અરજી ઉપર રિપબ્લિક ટીવી, ચીફ એડિટર અર્નબ ગોસ્વામી અને સંવાદદાતા પ્રદીપ ભંડારી, ટાઈમ્સ નાઉનાં રાહુલ શિવશંકર તેમજ નાવિકા કુમાર ઉપરાંત સોશિયલ મીડિયા કંપની ગુગલ, ફેસબુક અને ટ્વીટર પાસેથી જવાબ માગ્યો હતો. 

આ ફરિયાદ બોલિવુડનાં ચાર સંગઠનો અને તેના ૩૪ પ્રમુખ નિર્માતાઓએ કરી હતી. જેમાં આમીરખાન, શાહરુખખાન , સલમાનખાન, કારણ જોહર, અજય દેવગણ, અનિલ કપૂર, રોહિત શેટ્ટી અને યશરાજ ફિલ્મ તેમજ આર એસ એન્ટરટેનમેન્ટનો સમાવેશ થાય છે. તેમને આગ્રહ કર્યો કર્યો હતો કે ચેનલોનાં ઉદ્યોગ સાથે જોડાયેલ લોકોની પ્રાઇવેસીનાં અધિકારમાં હસ્તક્ષેપ કરવાથી રોકવામાં આવે.