ન. પ્રા. શિક્ષણ સમિતિના અધ્યક્ષપદે હિતેશ પટણી-ઉપાધ્યક્ષપદે હેમાંગ જાેશીની વરણી
26, જાન્યુઆરી 2022 2970   |  

વડોદરા, તા.૨૫

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી આજે યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ તરીકે હિતેશ પટણી અને ઉપાધ્યક્ષ પદે ડો.હેમાંગ જાેશીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આજે સમિતિના બંને હોદ્દાઓ ઉપર આગામી અઢી વર્ષ માટે નિયુક્તિ થતાં લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો હતો.

સરકાર નિયુક્ત બે સભ્યોની નિમણૂંક બાદ છેલ્લા કેટલાક દિવસોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ તે અંગે વિવિધ નામોની અટકળો ચાલી રહી હતી. દરમિયાન આજે શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા માં મેયરના અધ્યક્ષ સ્થાને સમિતીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની આગામી ૨.૫ વર્ષ માટે વરણી કરવા નવા બોર્ડની પ્રથમ બેઠક મળી હતી. જેમાં હિતેશ પટણીની અધ્યક્ષ તરીકે અને ડો. હેમાંગ જાેશીની ઉપાધ્યક્ષ પદે નિયુક્તિ કરવામાં આવી હતી. આ વખતે શિક્ષણ સમિતિમાં એકપણ વિપક્ષનો સભ્ય નથી.નવનિયુક્ત હોદ્દેદારોને મેયર,સ્થાયી સમિતીના ચેરમેન સહિતે અભીનંદન આપ્યા હતા.

આ પ્રસંગે ચેરમેન હિતેશ પટણીએ જણાવ્યું હતું કે, હાલ વડોદરા શહેરમાં સમિતિની ત્રણ અંગ્રેજી માધ્યમની શાળા કાર્યરત છે. આગામી સમયમાં વધુ અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સમિતિની સ્કૂલોમાં અભ્યાસ કરવા માટે આવતા બાળકોને સારામાં સારું શિક્ષણ મળે તેવા પણ પ્રયાસો કરવામાં આવશે.તેમજ શિક્ષકોને ટ્રેન કરી નવી શિક્ષણ નિતી પ્રમાણે બાળકોને તૈયાર કરે તેવો અભીગમ રેહેશે.ઉલ્લેખનિય છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદના દાવેદારોએ લોબિંગ શરૂ કર્યું હતું. આ બેઠક અગાઉ શહેર ભાજપ સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પર ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાની મુદત અઢી વર્ષની હોય છે. વર્ષ ૨૦૧૬ અગાઉ મુદત પાંચ વર્ષની હતી. અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી મેયરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. શિક્ષણ સમિતિમાં કુલ ૧૫ સભ્યો છે જે પૈકી ૧૨ સભ્યો ચૂંટાયેલા છે. જ્યારે એક સરકારી અને બે બિનસરકારી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution