નોઈડાના સીઇઓ લોકેશ એમ.ની હકાલપટ્ટી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જાન્યુઆરી 2026  |   10593

લખનઉ/નોઈડા: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહીવટી શિથિલતા અને લાપરવાહી સામે ફરી એકવાર આકરું વલણ અપનાવ્યું છે. નોઈડામાં રઝળતા પશુઓને કારણે થયેલા અકસ્માતમાં એક સોફ્ટવેર એન્જિનિયરના કરુણ મોત બાદ સરકારે મોટી કાર્યવાહી કરતા નોઈડા ઓથોરિટીના સીઈઓ લોકેશ એમ.ને તેમના પદ પરથી હટાવી દીધા છે.

આઈએએસ અધિકારી લોકેશ એમ. પાસે નોઈડા ઓથોરિટીના સીઈઓ ઉપરાંત નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો પણ મહત્વનો ચાર્જ હતો. યોગી સરકારે તાત્કાલિક અસરથી તેમને આ બંને પદો પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ ર્નિણયને વહીવટી તંત્રમાં ‘ઝીરો ટોલરન્સ‘ના કડક સંદેશ તરીકે જાેવામાં આવી રહ્યો છે.

સામાન્ય રીતે નાની હોનારતોમાં નીચલા સ્તરના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માનવામાં આવતો હોય છે, પરંતુ આ કિસ્સામાં મુખ્યમંત્રીએ સીધો સંસ્થાના વડા એટલે કે સીઈઓ સામે પગલાં ભરીને સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોની સુરક્ષામાં ક્ષતિ માટે સર્વોચ્ચ અધિકારી પણ જવાબદાર ગણાશે.

સરકારના આ આદેશ બાદ નોઈડા અને ગ્રેટર નોઈડાના વહીવટી વર્તુળોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં લોકેશ એમ.ના સ્થાને નવા અધિકારીની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. યોગી સરકારની આ ત્વરિક એક્શનથી ઉત્તરપ્રદેશ સરકારની આઇએએસ લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution