હવે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો : સુપ્રીમ કોર્ટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, માર્ચ 2026  |   2079


નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પર્સનલ લો હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની હિમાયત કરી હતી. કોર્ટે મોટી ટિપ્પણી કરતા કહ્યું કે, હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો છે. જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ કહ્યું કે, પર્સનલ લો ને અમાન્ય જાહેર કરીને શૂન્ય સ્થિતિ ઉત્પન્ન કરવાથી યોગ્ય એ રહેશે કે, તેને કાયદાકીય વિવેક પર છોડી દેવામાં આવે જેથી વિધાનસભા સમાન નાગરિક સંહિતા પર કાયદો બનાવી શકે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે પર્સનલ લોથી ઉદ્ભવતી મુશ્કેલીઓમાંથી બચવા વિધાનસભાને તેના પર કામ કરવાનું સૂચન આપ્યું છે. મુસ્લિમ મહિલાઓ માટે સમાન ઉત્તરાધિકાર અધિકારોની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, દેશની તમામ મહિલાઓ માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે. એક મુસ્લિમ પુરુષ... તે કોઈપણ પ્રક્રિયાનું પાલન કરીને તેની પત્નીને એકપક્ષીય રીતે તલાક આપી શકે છે.કોર્ટે કહ્યું કે, ‘શું આપણે પર્સનલ લો પર આધારિત તમામ દ્વિપક્ષીય સંબંધોને અમાન્ય જાહેર કરી શકીએ છીએ કે નહીં. તેથી આપણે મૂળભૂત ફરજાેને પ્રભાવી બનાવવા માટે કાયદાકીય શક્તિ પર આધાર રાખવો પડશે.’

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution