હવે પેરાસીટામોલ પણ ડુપ્લીકેટ, દમણમાંથી 9 ગુનેગારોની ધરપકડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુલાઈ 2021  |   3960

દમણ-

જેવી સોશ્યલ સાઇટ્‌સના પ્લેટફોર્મ મારફતે ફાર્મા કંપનીનો સંપર્ક કરીને દવાઓનું ડુપ્લીકેટ રો-મટિરિયલ વેચવાના કેસમાં દમણ પોલીસે કાનપુરમાંથી ૯ ગુનેગારોની ધરપકડ કરી છે. પકડાયેલ ઈસમોએ ૧૫ જૂન ૨૦૨૧ના રોજ દમણની ફાર્મા કંપનીનો પેરાસીટામોલ મેડિસિનના રો મટિરીયલનો ઓર્ડર લઈ ડુપ્લીકેટ રો- મટિરિયલ પધરાવી ૯.૭૫ લાખ રૂપિયા પડાવી લઇ છેતરપીંડી કરી હતી.

ગઇ ૧૫મી જૂને દમણમાં કાર્યરત ફાર્મા કંપનીના મેનેજરે નાની દમણ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ઇન્ડીયા માર્ટ નામની સોશ્યલ સાઇટ્‌સ પર તેમની કંપની દ્વારા પેરાસીટામોલ દવાના રો-મટિરિયલ્સની રિકવેસ્ટ નાખી હતી. જે અંગે યુરો એશિયા કેમિકલ નામની કંપનીએ તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પેરાસીટામોલ દવાના સેમ્પલ મોકલવામાં આવ્યા હતાં. જે સોફટેક ફાર્માની લેબોરેટરીઝમાં તપાસ કરતા સાચા જાણવા મળતા ઓર્ડર આપવામાં આવ્યો હતો. કંપનીએ માલ પ્રાપ્ત થાય તે પહેલાં ૯,૭૫,૦૦૦નું પેમેન્ટ પણ કર્યું હતું. ત્યારબાદ જે મટિરિયલ્સ મળ્યું તે ડુપ્લીકેટ હોવાનું સાબિત થયું હતું. આ સમગ્ર કેસ અંગે દમણ જિલ્લા પોલીસવડા અમિત શર્માએ વિગતો આપી હતી.

દમણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી તો ડુપ્લીકેટ મટિરિયલ્સ મળ્યા બાદ યુરો એશિયા કેમિકલના સંચાલકોએ પોતાનો સંપર્ક બંધ કરી દીધો હતો. આ સંદર્ભમાં નાની દમણ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ટીમ બનાવવામાં આવી હતી પોલીસ ટીમ વિવિધ માહિતી એકઠી કરી કાનપુર પહોંચી હતી, જયાં કાનપુર પોલીસની મદદથી ઈેિર્ છજૈટ્ઠ મ્ર્ૈ ઝ્રરૈૈષ્ઠટ્ઠઙ્મ નામની કંપનીમાં દરોડો પાડી ૯ આરોપીઓની ધરપકડ કરી દમણ લાવવામાં આવ્યાં હતાં. જયાં દમણ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ૧૨મી જુલાઈ સુધીના કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા હતાં.

પકડાયેલ ગુનેગારોમાં પ્રશાંત રાજનારાયણ શ્રીવાસ્તવ, ઓમપાલસીંગ શ્યામચરણ, પંકજ રામેશચંદ્ર શર્મા, તુફૈલ ખાન, સત્યપ્રકાશ શ્રીશિવનાથ યાદવ, મોહંમદ જીશનરઇસ અને ૩ યુવતીઓનો સમાવેશ થાય છે.દમણ પોલીસે તમામની સામે ત્ભ્ઘ્‌ કલમ ૪૬૪, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૧૨૦ બી, મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે પકડાયેલ ઈસમોએ પૈસા કમાવવાના લોભમાં મૂળ કંપની એવી ઈેિર્ છજૈટ્ઠ મ્ર્ૈ ઝ્રરૈૈષ્ઠટ્ઠઙ્મ ॅદૃં. ન્ંઙ્ઘ ના પ્રોપરાઇટર અજય કુમારે નામની કલોન કંપની બનાવીને કપટપૂર્વક તે કંપનીમાં પટાવાળાને પ્રોપરાઈટર બનાવી પૈસા કમાતો હતો. જેની આ છેતરપીંડી નો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. તેમજ આ અપરાધીઓ દ્વારા અન્ય કેટલા લોકો સાથે આવી છેતરપીંડી કરવામાં આવી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution